midday

ઑસ્ટ્રેલિયા સામે બીજી ટેસ્ટના પહેલા દિવસે શ્રીલંકાના ૯ વિકેટે ૨૨૯

07 February, 2025 08:45 AM IST  |  Colombo | Gujarati Mid-day Correspondent

હેલા દિવસે તેમણે યજમાન ટીમને બરાબર હેરાન કર્યા હતા. શ્રીલંકન ટીમે બીજી ટેસ્ટ-મૅચના પહેલા દિવસે ૯૦ ઓવરમાં ૯ વિકેટ ગુમાવીને ૨૨૯ રન ફટકાર્યા છે.
પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

શ્રીલંકા અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ગઈ કાલે ગૉલ સ્ટેડિયમમાં બે મૅચની ટેસ્ટ-સિરીઝની બીજી ટેસ્ટ-મૅચ શરૂ થઈ હતી. ૧-૦થી સિરીઝમાં લીડ મેળવનાર ઑસ્ટ્રેલિયન ટીમ ટૉસ હારીને બોલિંગ કરવા ઊતરી હતી, પણ પહેલા દિવસે તેમણે યજમાન ટીમને બરાબર હેરાન કર્યા હતા. શ્રીલંકન ટીમે બીજી ટેસ્ટ-મૅચના પહેલા દિવસે ૯૦ ઓવરમાં ૯ વિકેટ ગુમાવીને ૨૨૯ રન ફટકાર્યા છે.

૧૦૦મી ટેસ્ટ-મૅચ રમી રહેલા ઓપનર દિમુથ કરુણારત્ને (૮૩ બૉલમાં ૩૬ રન)એ પહેલી વિકેટ માટે પાથુમ નિસાન્કા (૩૧ બૉલમાં ૧૧ રન) સાથે ૪૬ બૉલમાં ૨૩ રનની પાર્ટનરશિપ કરી અને બીજી વિકેટ માટે દિનેશ ચંદીમલ (૧૬૩ બૉલમાં ૭૪ રન) ૧૫૧ બૉલમાં ૭૦ રનની પાર્ટનરશિપ કરીને ટીમને સારી શરૂઆત અપાવી હતી, પણ ઑસ્ટ્રેલિયાના સ્પિનર નૅથન લાયન (૩ વિકેટ) અને ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્ક (૩ વિકેટ)ની શિસ્તબદ્ધ બોલિંગ સામે શ્રીલંકાના મિડલ ઑર્ડર અને લોઅર ઑર્ડરના બૅટર્સે સંઘર્ષ કરવો પડ્યો હતો.

sri lanka australia galle mitchell starc test cricket cricket news sports news sports