12 July, 2024 07:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વનિન્દુ હસરંગા
ઝિમ્બાબ્વે સામે ચાલી રહેલી T20 સિરીઝ વચ્ચે ભારતીય ટીમની નેક્સ્ટ શ્રીલંકા ટૂર માટેનું શેડ્યુલ ગઈ કાલે જાહેર કરવામાં આવ્યું હતું જેમાં ભારતીય ટીમ શ્રીલંકા સામે ૨૬ જુલાઈથી T20 અને ૧ ઑગસ્ટથી વન-ડે સિરીઝ રમશે. અહેવાલ અનુસાર ૨૨ જુલાઈએ ભારતીય ટીમ શ્રીલંકા પહોંચશે. નવા હેડ કોચ ગૌતમ ગંભીરના કોચિંગ હેઠળ હાર્દિક પંડ્યા T20 કૅપ્ટન અને કે. એલ. રાહુલ વન-ડે કૅપ્ટન બની શકે છે. વિકેટકીપર રિષભ પંત વાઇસ કૅપ્ટનની ભૂમિકામાં જોવા મળી શકે છે.
ભારત સામેની આ મહત્ત્વપૂર્ણ સિરીઝ પહેલાં વચગાળાના કોચ સનથ જયસૂર્યા સામે આ મોટો પડકાર છે. વનિન્દુ હસરંગાએ T20 વર્લ્ડ કપમાં ટીમના ખરાબ પ્રદર્શનને કારણે T20ના કૅપ્ટન તરીકે રાજીનામું આપ્યું છે. ભારત સામેની સિરીઝમાં તે સામાન્ય ખેલાડીની ભૂમિકા ભજવશે. ટૂંક સમયમાં બન્ને ટીમ પોતાની સ્ક્વૉડ અને નવા કૅપ્ટનની જાહેરાત કરી શકે છે.
T20 સિરીઝ
પહેલી T20 ૨૬ જુલાઈ
બીજી T20 ૨૭ જુલાઈ
ત્રીજી T20 ૨૯ જુલાઈ
વન-ડે સિરીઝ
પહેલી વન-ડે ૧ ઑગસ્ટ
બીજી વન-ડે ૪ ઑગસ્ટ
ત્રીજી વન-ડે ૭ ઑગસ્ટ