04 October, 2024 10:46 AM IST | Sri Lanka | Gujarati Mid-day Correspondent
શ્રીલંકન સ્પિનર પ્રવીણ જયવિક્રમા
શ્રીલંકાની ક્રિકેટ ટીમના સારા દિવસો વચ્ચે એક યંગ શ્રીલંકન ક્રિકેટર માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. શ્રીલંકન સ્પિનર પ્રવીણ જયવિક્રમા પર ICC દ્વારા એક વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એપ્રિલ ૨૦૨૧માં ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ડેબ્યુ કરનાર આ ખેલાડી પર ભ્રષ્ટાચારવિરોધી આચારસંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેણે ૨૦૨૧માં લંકા પ્રીમિયર લીગમાં ફિક્સિંગના પ્રયાસ કર્યા હતા અને તપાસમાં અડચણો પણ ઊભી કરી હતી.
જૂન ૨૦૨૨માં અંતિમ ઇન્ટરનૅશનલ મૅચ રમનાર આ ક્રિકેટરે શ્રીલંકા માટે ૧૫ મૅચમાં ૩૨ વિકેટ ઝડપી છે. ત્રણેય ફૉર્મેટમાં પાંચ-પાંચ મૅચ રમનાર આ લેફ્ટ-આર્મ સ્પિનરે ભારત સામે ચાર મૅચમાં ૧૦ વિકેટ ઝડપી હતી. ફિક્સિંગના પ્રયાસને કારણે આ યંગ ક્રિકેટરની કરીઅર પર મોટું ગ્રહણ લાગ્યું છે.