Sports Shorts: બાવીસ વર્ષ બાદ ફરી સર જ્યૉફ્રી બૉયકૉટને ગળાનું કૅન્સર થયું

04 July, 2024 09:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હવે લાહોરમાં ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાનની ટીમ; તિરુપતિ બાલાજીનાં દર્શન કર્યાં સ્મૃતિ માન્ધનાએ ફૅમિલી સાથે અને વધુ સમાચાર

જ્યૉફ્રી બૉયકૉટ

૮૩ વર્ષના ઇંગ્લૅન્ડના મહાન ક્રિકેટર સર જ્યૉફ્રી બૉયકૉટને બીજી વખત ગળાનું કૅન્સરનું થયું છે અને તેમની સર્જરી કરવામાં આવશે. ઇંગ્લૅન્ડના આ ઓપનિંગ બૅટ્સમૅને ૧૦૮ ટેસ્ટમાં ૮૧૧૪ રન બનાવ્યા હતા. તેમને ૨૦૦૨માં ૬૨ વર્ષની ઉંમરે પહેલી વાર ગળાનું કૅન્સર થયું હતું અને સારવાર બાદ તેઓ સાજા પણ થઈ ગયા હતા.

હવે લાહોરમાં ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાનની ટીમ

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ તૈયાર કરેલા ચૅમ્પિયન્સ ટ્રોફીના શેડ્યુલની મહત્ત્વની વિગતો સામે આવી છે. ૨૦૨૫ની ૧ માર્ચે લાહોરમાં ભારત-પાકિસ્તાનની ટીમની ટક્કર થઈ શકે છે. જોકે ભારતીય ક્રિકેટ બોર્ડે હજી સુધી એના માટે સહમતી આપી નથી. ફાઇનલ મૅચ લાહોરમાં જ રમાશે. જો ભારતીય ટીમ ક્વૉલિફાય થશે તો ગ્રુપ-સ્ટેજની જેમ એની સેમી ફાઇનલ મૅચ પણ સુરક્ષાનાં કારણસર લાહોરમાં જ રમાશે.

તિરુપતિ બાલાજીનાં દર્શન કર્યાં સ્મૃતિ માન્ધનાએ ફૅમિલી સાથે

ભારતીય વિમેન્સ ટીમની સ્ટાર ખેલાડી સ્મૃતિ માન્ધના હાલમાં વિશ્વપ્રખ્યાત તિરુપતિ બાલાજી મંદિરમાં દર્શન કરવા પહોંચી હતી. આ દરમ્યાન સ્મૃતિ સાથે તેના પપ્પા શ્રીનિવાસ માન્ધના, મમ્મી સ્મિતા માન્ધના અને ભાઈ શ્રવણ માન્ધનાએ પણ દર્શન કર્યાં હતાં. સાઉથ આફ્રિકા સામેની વન-ડે અને ટેસ્ટમાં મળીને કુલ ત્રણ સેન્ચુરી ફટકારનાર સ્મૃતિ આવતી કાલે પાંચ જુલાઈથી એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાનારી ત્રણ મૅચની T20 સિરીઝમાં રમશે.

sports sports news cricket news