સ્પેનની ક્રિકેટ ટીમે T20 ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં બનાવ્યો લાગલગાટ ૧૪ મૅચ જીતવાનો વર્લ્ડ રેકૉર્ડ

27 August, 2024 11:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ સાથે એણે સતત સૌથી વધુ T20 ઇન્ટરનૅશનલ મૅચ જીતવાનો રેકૉર્ડ પણ બનાવ્યો છે

T20 ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં સતત ૧૪ મૅચ જીતનાર સ્પેનની ક્રિકેટ ટીમ

સ્પેનની ક્રિકેટ ટીમે યુરોપ T20 વર્લ્ડ કપ સબ-રીજનલ ક્વૉલિફાયરમાં ગ્રીસને હરાવીને સતત ૧૪ T20 આંતરરાષ્ટ્રીય મૅચ જીતી છે. આ સાથે એણે સતત સૌથી વધુ T20 ઇન્ટરનૅશનલ મૅચ જીતવાનો રેકૉર્ડ પણ બનાવ્યો છે. ભારત સહિતની વર્લ્ડ ચૅમ્પિયન ટીમો આ રેકૉર્ડ બનાવી શકી નથી.

T20માં સૌથી વધુ જીત મેળવનાર ટીમો

સ્પેન-૧૪

મલેશિયા-૧૩

બર્મુડા -૧૩

ભારત-૧૨

અફઘાનિસ્તાન-૧૨

spain cricket news sports sports news