midday

સાઉથ આફ્રિકા ત્રીજા દિવસે જીત્યું ટેસ્ટ-મૅચ

03 March, 2023 11:20 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

વેસ્ટ ઇન્ડીઝને પ્રથમ ટેસ્ટમાં ત્રીજા જ દિવસે ૮૭ રનના માર્જિનથી હરાવ્યું
પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

સેન્ચુરિયનમાં સાઉથ આફ્રિકાએ ગઈ કાલે વેસ્ટ ઇન્ડીઝને પ્રથમ ટેસ્ટમાં ત્રીજા જ દિવસે ૮૭ રનના માર્જિનથી હરાવ્યું હતું. વેસ્ટ ઇન્ડીઝને જીતવા માટે ૨૪૭ રનનો લક્ષ્યાંક અપાયો હતો, પરંતુ એકમાત્ર જર્મેઇન બ્લૅકવુડના ૭૯ રનને બાદ કરતાં આખી ટીમે બૅટિંગમાં કોઈ લડત નહોતી આપી અને કૅરિબિયન ટીમ કૅગિસો રબાડાની ૬ વિકેટને લીધ ૧૫૯ રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી. પહેલા દાવમાં સાઉથ આફ્રિકાના ૩૪૨ રનના જવાબમાં વેસ્ટ ઇન્ડીઝે ૨૧૨ રન બનાવ્યા બાદ યજમાન ટીમે બીજા દાવમાં ફક્ત ૧૧૬ રન બનાવ્યા હતા.

Whatsapp-channel
sports sports news cricket news test cricket south africa west indies