04 October, 2024 10:45 AM IST | Abu Dhabi | Gujarati Mid-day Correspondent
રાયન રિકેલ્ટન ૯૧ રનની ઇનિંગ્સ રમીને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો (ડાબે). તેણે ટ્રિસ્ટન સ્ટબ્સ (૭૯ રન) સાથે ચોથી વિકેટ માટે ૧૫૨ રનની ઇનિંગ્સ રમી હતી.
બીજી ઑક્ટોબરથી શરૂ થયેલી ત્રણ મૅચની વન-ડે સિરીઝની પહેલી મૅચ ૧૩૯ રનથી જીતીને સાઉથ આફ્રિકાએ આયરલૅન્ડ સામે ૧-૦થી લીડ મેળવી છે. આ મૅચમાં સાઉથ આફ્રિકાની ટીમે નવ વિકેટ ગુમાવીને ૨૭૧ રન ફટકાર્યા હતા, જ્યારે આયરલૅન્ડની ટીમ ૩૧.૫ ઓવરમાં ૧૩૨ રનમાં ઑલઆઉટ થઈ હતી. આજે બન્ને ટીમ વચ્ચે બીજી વન-ડે રમાશે.
SA vs IRE: સાઉથ આફ્રિકાનો ઓપનર રાયન રિકેલ્ટન ૯૧ રનની ઇનિંગ્સ રમીને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. આ તેની બે વર્ષની ઇન્ટરનૅશનલ કરીઅરની પહેલી વન-ડે ફિફ્ટી છે. આ પહેલાં તેણે T20 સિરીઝમાં કરીઅરની પહેલી ફિફ્ટી ફટકારી હતી. તેણે ટ્રિસ્ટન સ્ટબ્સ (૭૯ રન) સાથે ચોથી વિકેટ માટે ૧૫૨ રનની ઇનિંગ્સ રમી હતી. ટ્રિસ્ટન સ્ટબ્સની કરીઅરની પણ આ પહેલી વન-ડે ફિફ્ટી હતી. લિઝાર્ડ વિલિયમ્સે સાઉથ આફ્રિકા માટે ૩૨ રન આપીને સૌથી વધુ ૪ વિકેટ ઝડપી હતી. તેની બે વર્ષની ઇન્ટરનૅશનલ કરીઅરનું આ શ્રેષ્ઠ પ્રદર્શન હતું, તે પહેલી વાર એક મૅચમાં ચાર વિકેટ લેવામાં સફળ થયો છે.