09 December, 2024 10:09 AM IST | Durban | Gujarati Mid-day Correspondent
સાઉથ આફ્રિકા ટીમ
આજે સાઉથ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચેની બીજી ટેસ્ટના પાંચમા દિવસે રોમાંચક રમત જોવા મળશે. પહેલી ઇનિંગ્સમાં સાઉથ આફ્રિકાનો ૩૫૮ રન અને શ્રીલંકાનો ૩૨૮ રનનો સ્કોર રહ્યો હતો. બીજી ઇનિંગ્સમાં ૩૧૭ રન ફટકારીને સાઉથ આફ્રિકાએ મહેમાન ટીમને ૩૪૮ રનનો ટાર્ગેટ આપ્યો જેની સામે શ્રીલંકા હાલમાં પાંચ વિકેટે ૨૦૫ રન ફટકારી શકી છે. શ્રીલંકાના કુસલ મેન્ડિસ (૩૯ રન) અને ધનંજયા ડી સિલ્વા (૩૯ રન) છઠ્ઠી વિકેટ માટે ૧૧૭ બૉલમાં ૮૩ રનની પાર્ટનરશિપ કરીને ક્રીઝ પર હાજર છે.
બીજી ટેસ્ટ જીતવા માટે સાઉથ આફ્રિકાને પાંચ વિકેટ અને શ્રીલંકાને ૧૪૩ રનની જરૂર છે. પહેલી ટેસ્ટ ૨૩૩ રને જીતનાર સાઉથ આફ્રિકા આ સિરીઝમાં ૧-૦થી આગળ છે. આજે સાઉથ આફ્રિકન ટીમ પાસે શ્રીલંકા સામે સળંગ ચોથી ટેસ્ટ અને સળંગ બીજી ટેસ્ટ-સિરીઝ જીતવાની તક છે. શ્રીલંકન ટીમ આજે ૧૪૩ રન ફટકારી બીજી ટેસ્ટ જીતી સિરીઝ ડ્રૉ કરવા પર નજર રાખશે.