12 July, 2024 07:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સૌરવ ગાંગુલી
ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન સૌરવ ગાંગુલીએ આ વર્ષે ઑગસ્ટ અને સપ્ટેમ્બર વચ્ચે યોજાનારા ‘ઇન્ડિયન રેસિંગ ફેસ્ટિવલ 2024’ માટે કોલકાતા રૉયલ ટાઇગર્સ ટીમને ખરીદી હતી. દાદાની કોલકાતા રેસિંગ ટીમ આ ટુર્નામેન્ટમાં ડેબ્યુ કરશે જેમાં હૈદરાબાદ, બૅન્ગલોર, ચેન્નઈ, દિલ્હી, ગોવા, કોચી અને અમદાવાદની મળીને સાત ટીમો ભાગ લઈ રહી છે. ઇન્ડિયન રેસિંગ ફેસ્ટિવલમાં બે મુખ્ય ચૅમ્પિયનશિપ હશે જે ઇન્ડિયન રેસિંગ લીગ અને ફૉર્મ્યુલા-4 ઇન્ડિયન ચૅમ્પિયનશિપ છે. રેસિંગ પ્રમોશન પ્રાઇવેટ લિમિટેડના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર અખિલેશ રેડ્ડીએ આ પ્રસંગે ગાંગુલીનું સ્વાગત કર્યું હતું.