midday

સ્મૃતિ માન્ધના 2024ની મહિલા વન-ડે ક્રિકેટર ઑફ ધ યર બની

28 January, 2025 08:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઓપનરે ૨૦૨૪માં ૧૩ ઇનિંગ્સમાં ૭૪૭ રન ફટકારીને કરીઅરનું શ્રેષ્ઠ પ્રદર્શન નોંધાવ્યું
સ્મૃતિ માન્ધના

સ્મૃતિ માન્ધના

ભારતની વિમેન્સ ક્રિકેટ ટીમની વાઇસ-કૅપ્ટન સ્મૃતિ માન્ધનાને ICC દ્વારા ૨૦૨૪ની વન-ડે ક્રિકેટર ઑફ ધ યર જાહેર કરવામાં આવી છે. આ ભારતીય ઓપનરે એક જ વર્ષમાં ચાર વન-ડે સેન્ચુરીનો નવો રેકૉર્ડ બનાવીને ૭૪૭ રન ફટકાર્યા છે. તેણે આ દરમ્યાન ૯૫ ચોગ્ગા અને છ છગ્ગા ફટકાર્યા છે. તેને ICC વન-ડે અને T20 ટીમ ઑફ ધ યર 2024ની ટીમમાં સામેલ થવાનું પણ સન્માન મળ્યું છે. 

પુરુષોમાં અઝમતુલ્લાહ ઓમરઝાઈને મળ્યો આ ખિતાબ
અફઘાની ઑલરાઉન્ડર અઝમતુલ્લાહ ઓમરઝાઈ પુરુષ કૅટેગરીમાં આ અવૉર્ડ જીત્યો છે. તેણે ગયા વર્ષે ૧૪ વન-ડે મૅચમાં ૧૭ વિકેટ લઈને ૪૧૭ રન પણ ફટકાર્યા છે.

smriti mandhana indian womens cricket team india international cricket council cricket news sports news sports