25 May, 2023 10:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સ્મૃતિ મંધાનાએ મ્યુઝિક કમ્પોઝર પલાશ મુછ્છળને બે દિવસ પહેલાં બર્થ-ડે વિશ કરીને તેની સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો
ભારતની નૅશનલ વિમેન્સ ટીમની ઓપનર સ્મૃતિ મંધાનાની ઓળખ તેના ચાહકો દ્વારા ઘણી વાર ‘નૅશનલ ક્રશ’ તરીકે આપવામાં આવે છે. જોકે અફલાતૂન પર્સનાલિટી ધરાવતી ૨૬ વર્ષની મુંબઈની આ ક્રિકેટરે જાણીતા મ્યુઝિક કમ્પોઝર પલાશ મુછ્છળને બે દિવસ પહેલાં બર્થ-ડે વિશ કરીને તેની સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો એ સાથે સ્મૃતિ-પલાશના ડેટિંગની અફવા ચગવા લાગી છે. પલાશ બૉલીવુડના મશહૂર સિંગર પલક મુછ્છળનો ભાઈ છે. સ્મૃતિએ મેસેજમાં પલાશને ‘પ્યૉરેસ્ટ સૉલ’ તરીકે ઓળખાવીને તેનું આવનારું વર્ષ ખૂબ સારું રહે એવા તેને વિશ આપ્યાં હતાં.