વિમેન્સ ODI અને T20ના ટૉપ-ફાઇવ રૅન્કિંગ્સમાં સ્થાન મેળવનાર એકમાત્ર એશિયન બની સ્મૃતિ માન્ધના

19 June, 2024 08:12 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સાઉથ આફ્રિકા સામે આજે બીજી વન-ડે મૅચ રમશે ભારત

સ્મૃતિ માન્ધના

સાઉથ આફ્રિકન ટીમ સામે પ્રથમ વન-ડેમાં સેન્ચુરી ફટકારનાર સ્મૃતિ માન્ધનાએ મોટો કીર્તિમાન પોતાને નામે કર્યો છે. સેન્ચુરી ફટકારતાં જ તે ODI રૅન્કિંગમાં ૭૧૫ પૉઇન્ટ સાથે ત્રીજા ક્રમે પહોંચી ગઈ છે, જ્યારે તે T20 રૅન્કિંગમાં ૭૧૫ પૉઇન્ટ સાથે પાંચમા ક્રમે છે. આ રીતે ૨૭ વર્ષની સ્મૃતિ માન્ધના ICC વિમેન્સ ODI અને T20ની ટૉપ-ફાઇવ રૅન્કિંગમાં સ્થાન મેળવનાર એકમાત્ર એશિયન બની હતી. બૅન્ગલોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બપોરે ૧.૩૦ વાગ્યાથી ભારતીય ટીમ વન-ડે સિરીઝની બીજી મૅચ રમશે. ત્રણ મૅચની આ સિરીઝમાં ૧-૦થી લીડ મેળવનાર કૅપ્ટન હરમનપ્રીત કૌરની ટીમ આજની મૅચમાં જીત સાથે સિરીઝ જીતી શકે છે. 

womens world cup sports news sports cricket news south africa smriti mandhana