23 September, 2024 11:15 AM IST | Sri Lanka | Gujarati Mid-day Correspondent
શ્રીલંકન ટીમ
૨૧ સપ્ટેમ્બરના રેસ્ટ-ડે બાદ ગઈ કાલે ગૉલ સ્ટેડિયમમાં રમાઈ રહેલી શ્રીલંકા અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચેની પહેલી ટેસ્ટના ચોથા દિવસની રમત શરૂ થઈ હતી. ૨૭૫ રનના લક્ષ્યાંકનો પીછો કરતાં મહેમાન ટીમ ન્યુ ઝીલૅન્ડે દિવસની રમતના અંતે આઠ વિકેટે ૨૦૭ રન બનાવી લીધા છે અને આ રીતે તેને પાંચમા અને અંતિમ દિવસે જીતવા માટે ૬૮ રનની જરૂર પડશે. પિચ સ્પિનરોને મદદ કરી રહી છે અને આવી સ્થિતિમાં કિવી ટીમ માટે લક્ષ્ય સુધી પહોંચવું આસાન નહીં હોય. જ્યારે શ્રીલંકન ટીમને જીત માટે માત્ર બે વિકેટની આવશ્યકતા છે. ન્યુ ઝીલૅન્ડ તરફથી બૅટ્સમૅન રચિન રવીન્દ્ર બોલરોનો હિંમતભેર સામનો કરી રહ્યો છે અને ૯૧ રને અણનમ છે.