શુભમન ગિલ ઓવરરેટેડ ક્રિકેટર છે, પરંતુ કોઈએ મારી વાત સાંભળી નહીં

08 January, 2025 09:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતીય ટીમના ભૂતપૂર્વ ચીફ સિલેક્ટર કૃષ્ણમાચારી શ્રીકાન્તે કહ્યું...

કૃષ્ણમાચારી શ્રીકાન્ત, શુભમન ગિલ

ભારતીય ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર અને ચીફ સિલેક્ટર કૃષ્ણમાચારી શ્રીકાન્તે શુભમન ગિલના કંગાળ પ્રદર્શન વિશે મોટી કમેન્ટ કરી છે. શ્રીકાન્તે તેમની યુટ્યુબ ચૅનલ પર કહ્યું કે ‘મેં હંમેશાં  કહ્યું છે કે શુભમન ગિલ ઓવરરેટેડ ક્રિકેટર છે, પરંતુ કોઈએ મારી વાત સાંભળી નહીં. તે હજી સુધી એટલા માટે રમે છે કારણ કે તેને દસ તક મળે છે અને નવમી નિષ્ફળતા બાદ દસમી તક પર તે સારા રન બનાવે છે. તે કોઈ પણ ભારતીય પિચ પર રન બનાવી શકે છે, પરતું ઘરની બહાર રન બનાવવાનો પડકાર છે. સૂર્યકુમાર યાદવે ટેસ્ટ-ક્રિકેટમાં બહુ સારી શરૂઆત નથી કરી, પરંતુ તેની પાસે ટેક્નિક અને ક્ષમતા છે. જોકે સિલેક્ટર્સ અને મૅનેજમેન્ટે હવે તેને વાઇટ બૉલ ક્રિકેટના નિષ્ણાત તરીકે સામેલ કર્યો છે. આનો અર્થ એ છે કે તમારે નવી પ્રતિભા શોધવી પડશે.’

શુભમન ગિલે ટેસ્ટ-ક્રિકેટમાં ઘરઆંગણે ૪૨.૦૩ની ઍવરેજથી અને વિદેશમાં ૩૨.૭૦ની ઍવરેજથી બૅટિંગ કરી છે. શ્રીકાન્તે ફર્સ્ટક્લાસ ક્રિકેટમાં સારું પ્રદર્શન કરતા સાઈ સુદર્શન અને ઋતુરાજ ગાયકવાડ જેવા પ્લેયર્સને સિલેક્ટ કરવાની સલાહ આપી હતી.

BGTમાં શુભમન ગિલનું પ્રદર્શન

મૅચ

૦૩ 

ઇનિંગ્સ

૦૫

રન

૯૩

ઍવરેજ

૧૮.૬૦

સ્ટ્રાઇક-રેટ

૫૭.૦૫

 

shubman gill ruturaj gaikwad suryakumar yadav indian cricket team cricket news sports news sports