આદિવાસી ક્રિકેટરના સિક્યૉરિટી ગાર્ડ પિતાને ઍરપોર્ટ પર મળ્યો ગિલ

01 March, 2024 06:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦ લાખની બેઝ પ્રાઇસવાળા રૉબિન મિન્ઝને ગુજરાત ટાઇટન્સની ટીમે ૩.૬૦ કરોડમાં ખરીદ્યો હતો.

શુભમન ગિલ્લ રૉબિન મિન્ઝના પિતા જોડે

ગુજરાત ટાઇટન્સે સોશ્યલ મીડિયા પર શુભમન ગિલ અને એક સિક્યૉરિટી ગાર્ડનો વિડિયો શૅર કર્યો છે. રાંચી ટેસ્ટ બાદ પાછા ફરી રહેલા યુવા ક્રિકેટરે ગુજરાત ટાઇટન્સના ખેલાડી રૉબિન મિન્ઝના પિતા સાથે મુલાકાત કરી હતી. ૨૦ લાખની બેઝ પ્રાઇસવાળા રૉબિન મિન્ઝને ગુજરાત ટાઇટન્સની ટીમે ૩.૬૦ કરોડમાં ખરીદ્યો હતો. રૉબિનના પિતા ફ્રાન્સિસ જેવિયર ભારતીય સેનામાં બે દસકા સુધી સેવા કરીને હાલમાં બિરસા મુંડા ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર સિક્યૉરિટી ગાર્ડ તરીકે નોકરી કરી રહ્યા છે. દીકરાને આઇપીએલનો મોટો કૉન્ટ્રૅક્ટ મળ્યો હોવા છતાં તેમણે નોકરી છોડી નહોતી. શુભમન ગિલે ફ્રાન્સિસ જેવિયર સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર મૂકીને રૉબિન મિન્ઝને ટૅગ કર્યો હતો.

sports news sports cricket news shubman gill gujarat titans IPL 2024