વીપીએલ ટી૨૦માં સ્કોર્ચર્સનો છેલ્લા બૉલે વિજય : રંગોલી વાઇકિંગ્સની પણ જીત

19 April, 2023 10:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મૅન ઑફ ધ મૅચ : સ્કોર્ચર્સનો જૈનમ વસંત ગડા (પચીસ રન અને બે વિકેટ).

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

શ્રી વાગડ કલા કેન્દ્ર દ્વારા સાંતાક્રુઝ-ઈસ્ટના ઍર ઇન્ડિયા ગ્રાઉન્ડ ખાતે આયોજિત ટી. કે. રૂબી વાગડ પ્રીમિયર લીગ (વીપીએલ) ૨૦૨૩માં ગઈ કાલે લીગ રાઉન્ડની ૧૩મી મૅચમાં સ્કોર્ચર્સનો ટૉપ-10 લાયન્સ સામેના રોમાંચક મુકાબલામાં છેલ્લા બૉલમાં ફક્ત ૪ રનથી અને ૧૪મી મૅચમાં રંગોલી વાઇકિંગ્સનો એમ્પાયર વૉરિયર્સ સામે ચાર વિકેટથી વિજય થયો હતો.

મૅચ ૧૩ : સ્કોર્ચર્સ (૨૦ ઓવરમાં છ વિકેટે ૧૩૩ રન – જૈનમ ગડા ૧૬ બૉલમાં પચીસ અને કિશોર ચરલા ૨૮ બૉલમાં પચીસ રન, પારસ વિસરિયા ૩૫ રનમાં બે તેમ જ અમિત શાહ ૧૩ રનમાં એક અને સશાંક નિશર ૧૮ રનમાં એક વિકેટ)નો ટૉપ-10 લાયન્સ (૨૦ ઓવરમાં સાત વિકેટે ૧૨૯ રન - મયંક ગડા ૫૧ બૉલમાં ૫૬ અને કૌશલ નિસાર ૨૪ બૉલમાં ૨૩ રન, જૈનમ ગડા સાત રનમાં બે તેમ જ મેરિન મોતા ૧૯ રનમાં એક અને મિહિર બૌઆ ૨૦ રનમાં એક વિકેટ) સામે ચાર રનથી વિજય. મૅન ઑફ ધ મૅચ : સ્કોર્ચર્સનો જૈનમ વસંત ગડા (પચીસ રન અને બે વિકેટ).

મૅચ ૧૪ : એમ્પાયર વૉરિયર્સ (૧૫ ઓવરમાં ૬૭ રને ઑલઆઉટ – ચિરાગ નિસર ૧૮ બૉલમાં ૩૦ રન અને જય ગાલા ૧૮ બૉલમાં ૧૧ રન, રુશભ કારિયા ૧૩ રનમાં ચાર, વિરલ શાહ ૮ રનમાં બે અને અમલ ગડા પાંચ રનમાં એક વિકેટ) સામે રંગોલી વાઇકિંગ્સ (૧૪.૧ ઓવરમાં છ વિકેટે ૬૮ રન – રાજીવ શાહ પચીસ બૉલમાં ૨૧ રન અને રિશી ફરિયા બાવીસ બૉલમાં ૧૩ રન, કમલેશ છાડવા ૧૩ રનમાં ત્રણ તથા ચિરાગ નિસર ૧૯ રનમાં એક વિકેટ)નો ચાર વિકેટે વિજય. મૅન ઑફ ધ મૅચ : રંગોલી વાઇકિંગ્સનો રુશભ પ્રેમજી કારિયા (ચાર વિકેટ અને એક કૅચ).

હવે આજે સવારે ૯.૩૦ વાગ્યાથી પૂર્ણલબ્ધિ બુલ્સ V/S રોઝવૉલ્ટ સનરાઇઝર્સની અને બપોરે ૧ વાગ્યાથી આવિષ્કાર બિગ બૅશ V/S ટીમ ઇન્ટિગ્રેટેડની ટક્કર જામશે.

sports sports news cricket news t20