06 April, 2023 11:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
સાંતાક્રુઝ-ઈસ્ટના ઍર ઇન્ડિયા ગ્રાઉન્ડ ખાતે આયોજિત ટી. કે. રૂબી વાગડ પ્રીમિયર લીગ (વીપીએલ) ૨૦૨૩માં ગઈ કાલે લીગ રાઉન્ડની ત્રીજી અને ચોથી મૅચ રમાઈ હતી, જેમાં ટૉપ-10 લાયન્સ અને રોઝવૉલ્ટ સનરાઇઝર્સે જીત સાથે સીઝનની શરૂઆત કરી હતી.
મૅચ ૩ : રંગોલી વાઇકિંગ્સ (૧૯.૧ ઓવરમાં ૯૭ રનમાં ઑલઆઉટ - રુષભ કારિયા ૨૫ બૉલમાં ૩૬, મયૂર ગાલા ૨૧ બૉલમાં ૧૪ રન, ભાવિક ગિન્દ્રા ૧૯ રનમાં ૩ અને રોમિલ શાહ ૨૬ રનમાં બે વિકેટ) સામે ટૉપ-10 લાયન્સ (૧૬.૩ ઓવરમાં ૪ વિકેટે ૯૮ રન - અમિત શાહ ૩૬ બૉલમાં ૩૭ અને મયંક ગડા ૩૨ બૉલમાં ૨૩ રન)નો ૬ વિકેટે વિજય. મૅન ઑફ ધ મૅચ : ટૉપ-10 લાયન્સનો ભાવિક ગિન્દ્રા.
મૅચ ૪ : રોઝવૉલ્ટ સનરાઇઝર્સ (૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૩૧ રન - ભવ્ય છેડા ૨૬ બૉલમાં ૩૭ અને મોનિક છેડા ૧૧ બૉલમાં ૧૪ રન, વિહાંગ સત્રા ૨૦ રનમાં ૩ વિકેટ)નો ટીમ ઇન્ટિગ્રેટેડ (૧૭.૫ ઓવર ૮૭ રનમાં ઑલઆઉટ - અંકિત સાવલા ૩૭ બૉલમાં ૩૨ અને કુણાલ ગડા ૨૭ બૉલમાં ૨૭ રન, વિવેક ગાલા ૨૪ રનમાં ૪ અને નિરવ ગડા ૧૧ રનમાં ૩ વિકેટ) સામે ૪૪ રનથી વિજય. મૅન ઑફ ધ મૅચ : રોઝવૉલ્ટ સનરાઇઝર્સનો વિવેક ગાલા.
હવે આજે લીગ રાઉન્ડમાં સવારે ૯.૩૦ વાગ્યે એમ્પાયર વૉરિયર્સ V/S પૂર્ણલબ્ધિ બુલ્સ અને બપોરે ૧ વાગ્યે આવિષ્કાર બિગ બૅશ V/S સ્કૉર્ચર્સની ટક્કર જામશે.