વીપીએલ ટી૨૦માં ટૉપ-10 લાયન્સ અને રંગોલી વાઇકિંગ્સનો વિજય

12 April, 2023 11:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મૅન ઑફ ધ મૅચ : રંગોલી વાઇકિંગ્સનો રજત સત્રા. 

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

સાંતાક્રુઝ-ઈસ્ટના ઍર ઇન્ડિયા ગ્રાઉન્ડ ખાતે શ્રી વાગડ કલા કેન્દ્ર દ્વારા આયોજિત ટી. કે. રૂબી વાગડ પ્રીમિયર લીગ (વીપીએલ) ૨૦૨૩માં ગઈ કાલે લીગ રાઉન્ડની સાતમી અને આઠમી મૅચમાં ટૉપ-10 લાયન્સ અને રંગોલી વાઇકિંગ્સે એકસરખી ૬ વિકેટે જીત મેળવી હતી.

મૅચ ૭ઃ  ટીમ ઇન્ટિગ્રેટેડ (૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૧૭  રન - ગૌરવ ગાલા ૪૯ બૉલમાં ૪૨ અને વિરલ સાવલા ૧૨ બૉલમાં ૨૨ રન, કૌશલ નિશર ૧૬ રનમાં ૩ તથા પારસ વીસરિયા ૧૦ રનમાં અને પાર્થ શાહ ૨૭ રનમાં બે-બે વિકેટ) સામે ટૉપ-10 લાયન્સ (વિરલ કારિયા ૫૩ બૉલમાં ૬૭ અને મયંક ગડા ૨૪ બૉલમાં ૨૪ રન, વિજય ગાલા ૧૪ રનમાં બે તથા વિહાંગ સત્રા ૨૬ રનમાં અને મયૂર ગાલા પાંચ રનમાં એક-એક વિકેટ)નો ૬ વિકેટે વિજય. મૅન ઑફ ધ મૅચ ઃ ટૉપ-10 લાયન્સનો વિરલ કારિયા. 

મૅચ ૮ઃ રોઝવૉલ્ટ સનરાઇઝર્સ (૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૫૬ રન - વિજય નિશર ૩૧ બૉલમાં ૪૦ અને ભવ્ય છેડા ૩૬ બૉલમાં ૩૫ રન, પ્રિન્સ ગડા ૩૭ રનમાં બે તથા મયૂર ગાલા ૨૨ રનમાં અને પાર્થ છાડવા ૧૧ રનમાં એક-એક વિકેટ) સામે રંગોલી વાઇકિંગ્સ (રજત સત્રા ૪૨ બૉલમાં ૬૭ અને યશ મોતા ૨૨ બૉલમાં ૩૦ રન, વિવેક ગાલા ૨૪ રનમાં, નીરવ ગડા ૨૭ રનમાં અને અંકિત સત્રા ૩૬ રનમાં એક-એક વિકેટ)ની ૬ વિકેટે જીત. મૅન ઑફ ધ મૅચ : રંગોલી વાઇકિંગ્સનો રજત સત્રા. 

હવે આજે લીગ રાઉન્ડમાં સવારે ૯.૩૦ વાગ્યે આવિષ્કાર બિગ બૅશ V/S પૂર્ણલબ્ધિ બુલ્સ અને બપોરે ૧ વાગ્યે એમ્પાયર વૉરિયર્સ V/S સ્કૉર્ચર્સની ટક્કર જામશે.

sports news sports cricket news t20