14 April, 2023 11:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હર્લી ગાલાનું શ્રી વાગડ કલા કેન્દ્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
શ્રી વાગડ કલા કેન્દ્ર દ્વારા સાંતાક્રુઝ-ઈસ્ટના ઍર ઇન્ડિયા ગ્રાઉન્ડ ખાતે આયોજિત ટી. કે. રૂબી વાગડ પ્રીમિયર લીગ (વીપીએલ) ૨૦૨૩માં ગઈ કાલે લીગ રાઉન્ડની અગિયારમી મૅચ જે રંગોલી વાઇકિંગ્સ અને ટીમ ઇન્ટિગ્રેટેડ વચ્ચે રમાવાની હતી એ આગલી રાતે વરસાદ પડતાં નહોતી રમાઈ અને બન્ને ટીમને એક-એક પૉઇન્ટ અપાયો હતો.
જોકે બારમી મૅચ રમાઈ હતી, જેમાં ટૉપ-10 લાયન્સ સામે રોઝવૉલ્ટ સનરાઇઝર્સે ૪ વિકેટે જીત મેળવી હતી.
મૅચ ૧૨ : ટૉપ-10 લાયન્સ (૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૧૮ રન – અમિત શાહ ૪૫ બૉલમાં ૫૪ અને વિરલ કારિયા ૨૦ બૉલમાં ૨૦ રન, વિવેક ગાલા ૧૨ રનમાં એક, ભવ્ય છેડા ૧૭ રનમાં એક તથા અંકિત સત્રા ૨૩ રનમાં એક વિકેટ) સામે રોઝવૉલ્ટ સનરાઇઝર્સ (૧૭.૫ ઓવરમાં ૬ વિકેટે ૧૧૯ રન – હર્ષિલ મોતા પચીસ બૉલમાં ૨૭ અને મોનિક છેડા ૧૫ બૉલમાં ૨૧ રન, પારસ વીસરિયા ૧૯ રનમાં ત્રણ, પાર્થ શાહ ૨૦ રનમાં બે તથા રોમિલ શાહ ૨૩ રનમાં એક વિકેટ)નો ૪ વિકેટે વિજય. મૅન ઑફ ધ મૅચ : રોઝવૉલ્ટ સનરાઇઝર્સનો ભવ્ય છેડા (૧૭ રનમાં એક વિકેટ, એક રનઆઉટ અને ૧૦ રન).
પૉઇન્ટ્સ-ટેબલમાં ટોચની ત્રણ ટીમની સ્થિતિ આ મુજબ છે : (૧) સ્કૉર્ચર્સ ૬ પૉઇન્ટ, ૦.૩૬૯નો નેટ રનરેટ (૨) આવિષ્કાર બિગ બૅશ ૪ પૉઇન્ટ, ૧.૬૯૪નો નેટ રનરેટ (૩) રોઝવૉલ્ટ સનરાઇઝર્સ ૪ પૉઇન્ટ, ૦.૮૧૬નો નેટ રનરેટ.
હવે ૧૮ એપ્રિલે સવારે ૯.૩૦ વાગ્યાથી સ્કૉર્ચર્સ V/S ટૉપ-10 લાયન્સની અને બપોરે ૧ વાગ્યાથી એમ્પાયર વૉરિયર્સ V/S રંગોલી વાઇકિંગ્સની ટક્કર જામશે.
મુંબઈની તેમ જ ભારતની અન્ડર-19 મહિલા ક્રિકેટ ટીમની જાણીતી ફાસ્ટ બોલિંગ ઑલરાઉન્ડર હર્લી ગાલા મેન્સ પ્લેયર્સ માટેની આ વખતની વાગડ પ્રીમિયર લીગ (વીપીએલ)માં રમી છે અને એમાં પણ તેણે પોતાની ટૅલન્ટ તથા તાકાત બતાવી હતી. ડબ્લ્યુપીએલમાં ગુજરાત જાયન્ટ્સ વિમેન ટીમમાં સ્થાન પામી ચૂકેલી હર્લી વીપીએલમાં આવિષ્કાર બિગ બૅશ ટીમ વતી રમી અને તે કુલ ૬ વિકેટ સાથે ટુર્નામેન્ટના તમામ બોલર્સમાં સંયુક્ત રીતે મોખરે છે. હર્લી હવે થોડા દિવસમાં મહિલા ટીમના કૅમ્પ માટે રાંચી જશે.