વીપીએલમાં પૂર્ણલબ્ધિ બુલ્સની પ્રથમ જીત, આવિષ્કાર બિગ બૅશનો સતત ચોથો વિજય

26 April, 2023 11:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આવિષ્કાર બિગ બૅશનો હર્શુલ નંદુ (પાંચ વિકેટ અને ૪૦ રન).‍ 

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

શ્રી વાગડ કલા કેન્દ્ર દ્વારા સાંતાક્રુઝ-ઈસ્ટના ઍર ઇન્ડિયા ગ્રાઉન્ડ ખાતે આયોજિત ટી. કે. રૂબી વાગડ પ્રીમિયર લીગ (વીપીએલ) ૨૦૨૩માં ગઈ કાલે લીગ રાઉન્ડની ૨૧મી મૅચમાં પૂર્ણલબ્ધિ બુલ્સે સતત પાંચ પરાજય બાદ આખરે પ્રથમ જીત મેળવી હતી. જ્યારે ૨૨મી મૅચમાં આવિષ્કાર બિગ બૅશે સતત ચોથો અને કુલ પાંચમો વિજય મેળવીને પૉઇન્ટ્સ ટેબલ પર પ્રથમ સ્થાન મજબૂત કરી લીધું હતું. 

મૅચ ૨૧: પૂર્ણલબ્ધિ બુલ્સ (૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૨૩ રન)નો રંગોલી વાઇકિંગ્સ (૧૬.૫ ઓવરમાં ૯૫ રનમાં ઑલઆઉટ) સામે ૨૮ રનથી વિજય. મૅન ઑફ ધ મૅચ : પૂર્ણલબ્ધિ બુલ્સનો દીક્ષિત ગાલા (૧૭ રન અને ૪ વિકેટ). 

મૅચ ૨૨: ટૉપ-10 લાયન્સ (૧૮.૩ ઓવરમાં ૧૦૧ રનમાં ઑલઆઉટ) સામે આવિષ્કાર બિગ બૅશ (૧૬ ઓવરમાં ૪ વિકેટે ૧૦૨ રન)ની ૬ વિકેટે જીત. મૅન ઑફ ધ મૅચ : આવિષ્કાર બિગ બૅશનો હર્શુલ નંદુ (પાંચ વિકેટ અને ૪૦ રન).‍ 

હવે આજે સવારે ૯.૩૦ વાગ્યાથી સ્કૉર્ચર્સ V/S ટીમ ઇન્ટિગ્રેટેડ વચ્ચે અને બપોરે ૧ વાગ્યાથી એમ્પાયર વૉરિયર્સ V/S રોઝવૉલ્ટ સનરાઇઝર્સ વચ્ચે જંગ જામશે.

sports news sports cricket news t20