21 April, 2023 11:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
શ્રી વાગડ કલા કેન્દ્ર દ્વારા સાંતાક્રુઝ-ઈસ્ટના ઍર ઇન્ડિયા ગ્રાઉન્ડ ખાતે આયોજિત ટી. કે. રૂબી વાગડ પ્રીમિયર લીગ (વીપીએલ) ૨૦૨૩માં ગઈ કાલે લીગ રાઉન્ડની ૧૭મી મૅચમાં
ટૉપ-10 લાયન્સે બે હાર બાદ કમબૅક કરતાં વિજય મેળવ્યો હતો, જ્યારે ૧૮મી મૅચમાં સ્કૉર્ચર્સે એનો વિજયરથ જાળવી રાખી સતત પાંચમી જીત મેળવી હતી.
મૅચ ૧૭: એમ્પાયર વૉરિયર્સ (૧૯.૫ ઓવરમાં ૯૫ રનમાં ઑલઆઉટ) સામે ટૉપ-10 લાયન્સ (૧૧ ઓવરમાં એક વિકેટે ૯૬ રન)નો ૯ વિકેટે વિજય. મૅન ઑફ ધ મૅચ : ટૉપ-10 લાયન્સનો વિરલ કારિયા (૪૩ રન અને ૩ સ્ટમ્પિંગ).
મૅચ ૧૮: સ્કૉર્ચર્સ (૨૦ ઓવરમાં ૪ વિકેટે ૧૬૩ રન)ની રંગોલી વાઇકિંગ્સ (૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૪૪ રન) સામે ૧૯ રનથી જીત. મૅન ઑફ ધ મૅચ : સ્કૉર્ચર્સનો જૈનમ ગડા (૨૯ રન, બે વિકેટ અને બે રન-આઉટ).
આજે સવારે ૯.૩૦ વાગ્યાથી આવિષ્કાર બિગ બૅશ V/S રોઝવૉલ્ટ સનરાઇઝર્સની અને બપોરે ૧ વાગ્યાથી પૂર્ણલબ્ધિ બુલ્સ V/S ટીમ ઇન્ટિગ્રેટેડની ટક્કર જામશે.