શ્રી વાગડ કલા કેન્દ્ર દ્વારા આયોજિત વીપીએલ ટી૨૦ની ધમાકેદાર શરૂઆત

04 April, 2023 10:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્પૉન્સર્સ, ટીમ ઓનર્સ અને ખેલાડીઓની હાજરીમાં ભવ્ય ઓપનિંગ સેરેમની બાદ બે લીગ મૅચ રમાઈ હતી અને બન્નેમાં પ્રથમ બૅટિંગ કરનાર ટીમનો વિજય થયો હતો

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

સાતેક વર્ષના બ્રેક બાદ વાગડ પ્રીમિયર લીગ (વીપીએલ)ની રવિવારે બીજી એપ્રિલે સાંતાક્રુઝ-ઈસ્ટના ઍર ઇન્ડિયા ગ્રાઉન્ડ પર ધમાકેદાર ઓપનિંગ સેરેમની સાથે ફરી શરૂઆત થઈ હતી. ‍સ્પૉન્સર્સ, ટીમ ઓનર્સ અને ખેલાડીઓની હાજરીમાં ભવ્ય ઓપનિંગ સેરેમની બાદ બે લીગ મૅચ રમાઈ હતી અને બન્નેમાં પ્રથમ બૅટિંગ કરનાર ટીમનો વિજય થયો હતો. આવિષ્કાર બિગ બૅશ અને સ્કૉર્ચર્સ ટીમે વિજયી શરૂઆત કરી હતી. 

મૅચ ૧: આવિષ્કાર બિગ બૅશ (૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૯૦ રન)નો એમ્પાયર વૉરિયર્સ (૨૦ ઓવરમાં સાત વિકેટે ૧૪૨ રન) સામે ૪૮ રનથી વિજય. મૅન ઑફ ધ મૅચ : આવિષ્કારનો હર્શુલ નંદુ (૧૧૦ રન અને એક કૅચ)

મૅચ ૨: સ્કૉર્ચર્સ (૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૨૭ રન)નો પુર્ણલબબ્ધિ બુલ્સ (૨૦ ઓવર ૧૨૫ રનમાં ઑલઆઉટ) સામે બે રનથી વિજય. મૅન ઑફ ધ મૅચ : સ્કૉર્ચર્સનો રોનક ગાલા (૪૩ રન). 
હવે આવતી કાલે લીગ રાઉન્ડમાં સવારે ૯.૩૦ વાગ્યે ટૉપ-ટેન લાયન્સ V/S રંગોલી વાઇકિંગ્સ અને બપોરે ૧ વાગ્યે ટીમ ઇન્ટિગ્રેટેડ V/S રોઝવૉલ્ટ સનરાઇઝર્સની ટક્કર જામશે. 

sports news sports cricket news t20