આખો વર્લ્ડ કપ પેઇનકિલર ઇન્જેક્શન લઈને રમ્યો હતો શમી!

31 December, 2023 09:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બંગાળના તેના એક સાથીએ જણાવ્યા પ્રમાણે વર્ષોજૂના એડીના દુખાવાને લીધે તેણે આમ કરવું પડ્યું હતું

મોહમ્મદ શમી

મોહમ્મદ શમીએ વર્લ્ડ કપમાં હાઇએસ્ટ વિકેટ લઈને તરખાટ મચાવી ભારતને ફાઇનલમાં પ્રવેશ કરાવવામાં મહત્ત્વનો રોલ ભજવ્યો હતો, પણ એક અહેવાલ પ્રમાણે આખી ટુર્નામેન્ટમાં એડીના જૂના દુખાવા માટે પેઇનકિલર ઇન્જેક્શન લઈને તે રમ્યો હતો. એક વેબસાઇટને બંગાળ ટીમના શમીના એક સાથીએ જણાવ્યું હતું કે શમી વર્ષોથી એડીના દુખાવાથી પીડાઈ રહ્યો છે. ઘણા લોકો નથી જાણતા કે તે આખો વર્લ્ડ કપ પીડા વચ્ચે રમ્યો હતો અને એ માટે તેણે પેઇનકિલર ઇન્જેક્શન લેતા રહેવું પડ્યું હતું. 
શમી ઍન્કલ ઇન્જરીને લીધે સાઉથ આફ્રિકન ટેસ્ટ સિરીઝમાંથી ખસી ગયો હતો અને ભારતને પહેલી ટેસ્ટમાં એક ઇનિંગ્સની ભૂંડી હાર જોવી પડી છે. 

sports news cricket news mohammed shami world cup