03 September, 2023 04:03 PM IST | Bangladesh | Gujarati Mid-day Correspondent
શાકિબ-અલ-હસન
બંગલાદેશના કૅપ્ટન શાકિબ-અલ-હસને આજે લાહોરમાં પોતાના બૅટિંગ પ્રદર્શનમાં સુધારો કરીને અન્ય બૅટર્સ માટે પ્રેરણાત્મક રમત બતાવવી પડશે. એશિયા કપની પલ્લેકેલમાં શ્રીલંકા સામેની ટુર્નામેન્ટની પહેલી મૅચમાં તેમણે પહેલાં બૅટિંગ પસંદ કર્યા બાદ માત્ર ૧૬૪ રન જ બનાવ્યા હતા. નજમુલ હોસૈન શાંતોએ ૧૨૨ બૉલમાં ૮૯ રન સાથે લડત આપી હતી. અન્ય કોઈ બૅટર્સ સારા રન બનાવી શક્યો નહોતો. શાકિબ પાસે ઘણી બધી અપેક્ષા હતી, પણ તે સફળ થયો નહોતો. બંગલાદેશ માટે મિડલ ઑર્ડરમાં ઍન્કરમૅન બનવું પડશે. બંગલાદેશના યુવા ઓપનર મોહમ્મદ નઈમ અને તન્ઝીદ હસનની મજબૂત શરૂઆતની જરૂર પડશે, વિકેટકીપર-બૅટર મુશફિકુર રહીમે પણ શાકિબ સાથે જવાબદારીનો ભાર ઉઠાવવો પડશે. બીજી તરફ અફઘાનિસ્તાન પાકિસ્તાન સામે વન-ડે સિરીઝમાં ૦-૩થી પરાજય બાદ આ ટુર્નામેન્ટમાં આવ્યું છે. જોકે આ વર્ષે જૂન-જુલાઈમાં એમણે બંગલાદેશ સામે ત્રણ મૅચની વન-ડે સિરીઝ ૨-૧થી જીતી હતી.