શાહીન આફ્રિદીએ દીકરાને ડેડિકેટ કરી પહેલી વિકેટ

25 August, 2024 08:42 AM IST  |  Bangladesh | Gujarati Mid-day Correspondent

ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીની બીજા નંબરની દીકરી અંશાએ ગઈ કાલે કરાચીમાં બેબી-બૉયને જન્મ આપ્યો હતો.

શાહીન શાહ આફ્રિદી

બંગલાદેશ સામેની રાવલપિંડીની પહેલી ટેસ્ટ-મૅચ દરમ્યાન શાહીન શાહ આફ્રિદીને ૨૭ ઓવર્સ સુધીમાં એક પણ વિકેટ મળી નહોતી. બપોર બાદ દીકરાના જન્મના સમાચાર મળ્યા બાદ તેણે બંગલાદેશના હસન મહમૂદને મોહમ્મદ રિઝવાનના હાથે કૅચ-આઉટ કરાવ્યો હતો. આ પછી તેણે બાળકને ખોળામાં ઝુલાવવાની ઍક્શન કરીને પહેલી વિકેટ દીકરાને ડેડિકેટ કરી હતી. આ ઇનિંગ્સમાં તેણે ૩૦ ઓવરમાં ૮૮ રન આપીને બે વિકેટ ઝડપી હતી. શાહીનની પત્ની અને ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીની બીજા નંબરની દીકરી અંશાએ ગઈ કાલે કરાચીમાં બેબી-બૉયને જન્મ આપ્યો હતો.

bangladesh sports news sports cricket news