01 October, 2024 10:06 AM IST | kanpur | Gujarati Mid-day Correspondent
સરફરાઝ ખાનાનાં પિતા અને નાના ભાઈ
કાનપુર ટેસ્ટમાં ભારતીય સ્ક્વૉડમાં સામેલ ભારતીય ક્રિકેટર સરફરાઝ ખાને હાલમાં કાર-ઍક્સિડન્ટમાં ઘાયલ થયેલા તેના નાના ભાઈ અને પપ્પાનો વિડિયો શૅર કર્યો હતો. તેના પપ્પા નૌશાદ ખાને કહ્યું હતું કે ‘નવું જીવન આપવા બદલ અલ્લાહનો આભાર. અમને મદદ કરવા બદલ ભારતીય ક્રિકેટ બોર્ડ અને મુંબઈ ક્રિકેટ બોર્ડનો પણ આભાર.’
મુંબઈના ક્રિકેટર મુશીર ખાનને પૂર્વાંચલ એક્સપ્રેસવે પર કાર ડિવાઇડર સાથે અથડાઈને પલટી થવાને કારણે ગળામાં ફ્રૅક્ચર થયું છે. તેણે કહ્યું હતું કે ‘હું હવે ઠીક છું. મારા પપ્પા મારી સાથે હતા, તેઓ પણ ઠીક છે. ફૅન્સ, તમારી પ્રાર્થના બદલ આભાર.’