૧૦ વર્ષ સુધી ઘણી નિષ્ફળતા મળી છે, વર્લ્ડ કપ માટે પૂરી તૈયારી સાથે આવ્યો છું

05 June, 2024 08:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સૅમસને IPLની ૧૭મી સીઝનમાં ૫૩૧ રન ફટકાર્યા હતા. તેના પ્રદર્શનને આધારે તેને વર્લ્ડ કપ ટીમમાં સ્થાન મળ્યું હતું

સંજુ સૅમસન

T20 વર્લ્ડ કપ પહેલાં વિકેટકીપર-બૅટર સંજુ સૅમસને પોતાના મનની વાત કરતાં કહ્યું હતું કે IPL 2024 દરમ્યાન રાજસ્થાન રૉયલ્સની કૅપ્ટન્સી કરતી વખતે હું T20 વર્લ્ડ કપમાં સિલેક્શન વિશે જ વિચારી રહ્યો હતો.

સૅમસને IPLની ૧૭મી સીઝનમાં ૫૩૧ રન ફટકાર્યા હતા. તેના પ્રદર્શનને આધારે તેને વર્લ્ડ કપ ટીમમાં સ્થાન મળ્યું હતું.  ભારતીય ક્રિકેટ બોર્ડે શૅર કરેલા એક વિડિયોમાં સંજુ સૅમસને કહ્યું હતું કે ‘હું વર્લ્ડ કપ માટે પૂરી તૈયારી સાથે આવ્યો છું. ૧૦ વર્ષથી સતત નિષ્ફળતા પછી કેટલીક સફળતા મળી રહી છે. આ ટુર્નામેન્ટમાં આવતાં પહેલાં જીવન વિશે જરૂરી તમામ વસ્તુઓ હું ક્રિકેટમાંથી શીખ્યો છું. વર્લ્ડ કપ ટીમમાં પસંદ કરવામાં આવે એ એક મોટી બાબત છે. મારી કરીઅર માટે આ શ્રેષ્ઠ વસ્તુ બની ગઈ છે. મેં હંમેશાં કરીઅરમાં નિષ્ફળતાથી શીખવાનો પ્રયત્ન કર્યો છે.’

sanju samson sports news sports cricket news t20 world cup indian cricket team