12 February, 2025 07:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સફળ સર્જરી બાદનો સંજુ સૅમસનનો વાઇરલ થયેલો ફોટો.
ભારતીય ક્રિકેટ ટીમનો વિકેટકીપર અને બૅટર સંજુ સૅમસન મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ઇંગ્લૅન્ડ સામેની પાંચમી T20 મૅચ દરમ્યાન ઇન્જર્ડ થયો હતો. બીજી ફેબ્રુઆરીએ થયેલી તેની જમણા હાથની ફ્રૅક્ચર આંગળી માટેની સર્જરી સફળ રહી છે. ગઈ કાલે સોશ્યલ મીડિયા પર તેના પપ્પા અને હૉસ્પિટલ સ્ટાફ સાથેનો તેનો ફોટો ખૂબ વાઇરલ થયો છે. ઇન્જરીને કારણે તે કેરલા માટે રણજી ટ્રોફીની ક્વૉર્ટર ફાઇનલમાં પણ ભાગ લઈ શક્યો નહોતો, પણ તેણે છ અઠવાડિયાંનો આરામ કરવો પડે એમ હોવાથી માર્ચના અંતમાં શરૂ થઈ રહેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ૨૦૨૫ પહેલાં તેની ટીમ રાજસ્થાન રૉયલ્સ ચિંતિત છે.