રાહુલને ભાગ્યશાળી કેમ કહ્યો સંજય માંજરેકરે?

11 November, 2024 09:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બૉર્ડર-ગાવસકર ટ્રોફી પહેલાં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકરે સિલેક્ટર્સ પર સવાલ ઉઠાવ્યા હતા. તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘સ્પષ્ટપણે ભારત ગભરાટની સ્થિતિમાં છે. ન્યુ ઝીલૅન્ડ સામેની હાર બાદ યોજનાઓ અસ્તવ્યસ્ત થવા લાગી છે

કે. એલ. રાહુલ

બૉર્ડર-ગાવસકર ટ્રોફી પહેલાં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકરે સિલેક્ટર્સ પર સવાલ ઉઠાવ્યા હતા. તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘સ્પષ્ટપણે ભારત ગભરાટની સ્થિતિમાં છે. ન્યુ ઝીલૅન્ડ સામેની હાર બાદ યોજનાઓ અસ્તવ્યસ્ત થવા લાગી છે. કે. એલ. રાહુલને વારંવાર તક આપવામાં આવી રહી છે. મને ખબર નથી કે ટીમ-મૅનેજમેન્ટ અને સિલેક્ટર્સને તેનાથી શું આકર્ષણ છે. તેઓ માત્ર ઇચ્છે છે કે તે પ્લેઇંગ ઇલેવનનો ભાગ બને, પછી ભલે તે ટોચ પર હોય કે ક્રમમાં નીચે હોય. રોહિત શર્માની ગેરહાજરીમાં અભિમન્યુ ઈશ્વરન રમવાનો સાચો કૉલ હશે જેણે ઘણાં વર્ષોથી ઘરેલુ મેદાનમાં સારી બૅટિંગ કરી છે.’

ઑસ્ટ્રેલિયા ટૂર પહેલાં ઇન્ડિયા A તરફથી બીજી ટેસ્ટમાં માત્ર ૧૪ રન બનાવનાર રાહુલ વિશે આગળ વાત કરતાં તેણે કહ્યું હતું કે ‘રાહુલે વારંવાર તક મેળવવા માટે પોતાને ખૂબ જ ભાગ્યશાળી માનવું જોઈએ. આવી વાપસીની તક વર્ષોથી ખૂબ ઓછા ક્રિકેટર્સને મળી છે. તેની બૅટિંગ-ઍવરેજ ઘટવા છતાં તેને તકો મળી છે. ક્યાંક સિલેક્ટર્સને આશા છે કે રાહુલ ફૉર્મમાં પરત ફરશે.’

૨૦૨૪માં પાંચ ટેસ્ટમાં રાહુલ ૩૩.૪૨ની ઍવરેજથી ૨૩૪ રન ફટકારી શક્યો છે.

kl rahul sanjay manjrekar border-gavaskar trophy india abhimanyu easwaran australia rohit sharma indian cricket team cricket news sports sports news