Rahul Dravidના દીકરા સમિતની ટીમ ઈન્ડિયા U-19માં પસંદગી, મેદાન પર મચાવશે ધૂમ

31 August, 2024 12:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રાહુલ દ્રવિડની ગણતરી ક્રિકેટ જગતના મહાન બેટ્સમેનોમાં થાય છે. દ્રવિડે ભારત માટે વનડે અને ટેસ્ટ ક્રિકેટમાં ઘણા યાદગાર પ્રદર્શન આપ્યા. હવે રાહુલ દ્રવિડનો દીકરો સમિત પણ અંડર-19 લેવલ પર ચમકવા જઈ રહ્યો છે.

સમિત દ્રવિડ (તસવીર સૌજન્ય મિડ-ડે)

રાહુલ દ્રવિડની ગણતરી ક્રિકેટ જગતના મહાન બેટ્સમેનોમાં થાય છે. દ્રવિડે ભારત માટે વનડે અને ટેસ્ટ ક્રિકેટમાં ઘણા યાદગાર પ્રદર્શન આપ્યા. હવે રાહુલ દ્રવિડનો દીકરો સમિત પણ અંડર-19 લેવલ પર ચમકવા જઈ રહ્યો છે. 18 વર્ષીય સમિત દ્રવિડને ઓસ્ટ્રેલિયા-19 સામેની વનડે અને ચાર દિવસીય મેચ માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ 31 ઓગસ્ટ (શનિવાર) ના રોજ અંડર-19 ટીમની જાહેરાત કરી હતી.

તમને જણાવી દઈએ કે ભારતની અંડર-19 ટીમ ઓસ્ટ્રેલિયા-19 સામે ત્રણ વનડે અને બે ચાર દિવસીય મેચ રમશે. સમિત પ્રથમ વખત અંડર-19 સ્તર પર ભારત તરફથી રમતા જોવા મળશે. બંને ટીમો વચ્ચે ત્રણેય વનડે મેચ પુડુચેરીમાં રમાશે. બંને ચાર દિવસીય મેચ ચેન્નાઈમાં યોજાવાની છે.

ODI સિરીઝ માટે ભારતની અંડર-19 ટીમ: રુદ્ર પટેલ (કેપ્ટન), સાહિલ પારખ, કાર્તિકેય કેપી, મોહમ્મદ અમાન (c), કિરણ ચોરમાલે, અભિજ્ઞાન કુંડુ (wk), હરવંશ સિંહ પંગાલિયા (wk), સમિત દ્રવિડ, યુદ્ધ ગુહા , સમર્થ એન, નિખિલ કુમાર, ચેતન શર્મા, હાર્દિક રાજ, રોહિત રાજ અવત, મોહમ્મદ અનન.

ચાર દિવસીય સિરીઝ માટે ભારતની અંડર-19 ક્રિકેટ ટીમ: વૈભવ સૂર્યવંશી, નિત્યા પંડ્યા, વિહાન મલ્હોત્રા (વાઈસ-કેપ્ટન), સોહમ પટવર્ધન (કેપ્ટન), કાર્તિકેય કેપી, સમિત દ્રવિડ, અભિજ્ઞાન કુંડુ (વિકેટકીપર), હરવંશ સિંહ પંગાલિયા (વિકેટકીપર) , ચેતન શર્મા , સમર્થ એન , આદિત્ય રાવત , નિખિલ કુમાર , અનમોલજીત સિંહ , આદિત્ય સિંહ , મોહમ્મદ અનન.

સમિતે આ T20 ટૂર્નામેન્ટમાં લીધો હતો ભાગ
સમિત દ્રવિડે તાજેતરમાં મહારાજા ટ્રોફી KSCA T20 ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો. સમિત આ ટુર્નામેન્ટમાં મૈસુર વોરિયર્સ ટીમનો ભાગ હતો. સમિતને મૈસૂર વોરિયર્સે 50 હજાર રૂપિયાની કિંમતે પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. સમિત એક ઉત્તમ જમણા હાથનો બેટ્સમેન છે. તે તેના જમણા હાથથી મધ્યમ ગતિની બોલિંગ પણ કરે છે.

સમિત દ્રવિડ કર્ણાટકની અંડર-19 ટીમનો પણ ભાગ રહી ચૂક્યો છે, જેણે 2023-24 સિઝનમાં કૂચ બિહાર ટ્રોફી જીતી હતી. તેણે લેન્કેશાયર ટીમ સામેની ત્રણ દિવસીય મેચમાં કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન XIનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું. સમિતનો નાનો ભાઈ અન્વય પણ ક્રિકેટ રમે છે. અન્વયને આ વર્ષે અંડર-14 ઝોનલ ટૂર્નામેન્ટમાં કર્ણાટકનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.

અંડર-19 ટીમનું સમયપત્રક (ઓસ્ટ્રેલિયા-19 સામે)
21-સપ્ટેમ્બર: 1લી ODI, પુડુચેરી, સવારે 9:30 am
23 સપ્ટેમ્બર: બીજી ODI, પુડુચેરી, સવારે 9:30 am
26-સપ્ટેમ્બર: ત્રીજી ODI, પુડુચેરી, સવારે 9:30 વાગ્યે
30 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર: પ્રથમ ચાર દિવસીય મેચ, ચેન્નઈ, સવારે 9:30 કલાકે
ઑક્ટોબર 7 થી ઑક્ટોબર 10: બીજી ચાર દિવસીય મેચ, ચેન્નઈ, સવારે 9:30 વાગ્યે

cricket news rahul dravid sports news sports under 19 cricket world cup australia