14 October, 2024 02:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સચિન તેન્ડુલકર, સારા તેન્ડુલકર
સચિન તેન્ડુલકરની દીકરી સારાની શનિવારે ૨૭મી વર્ષગાંઠ હતી. સચિને ડૉટરના બર્થ-ડે પર પોતાની સાથેનો સારાના બચપણનો અને એક વર્તમાન ફોટો સોશ્યલ મીડિયા પર શૅર કર્યા હતા. આ ફોટો સાથે સચિને સારાને નામ હૃદયસ્પર્શી મેસેજ લખ્યો હતો: તું એક નાનકડી ઢીંગલીમાંથી વન્ડરફુલ વુમન બની ગઈ છે, હું હંમેશાં વિસ્મયતાથી વિચારું છું કે હું કેટલો ભાગ્યશાળી છું કે તું મારા જીવનમાં છે. પ્રત્યેક દિવસે તું મારી છાતી પ્રેમથી ફુલાવી દે છે.
સચિને સારા સાથેનો બચપણનો જે ફોટો શૅર કર્યો છે એ ખાસ જોવા જેવોસચિન તેન્ડુલકરની દીકરી સારાની શનિવારે ૨૭મી વર્ષગાંઠ હતી. સચિને ડૉટરના બર્થ-ડે પર પોતાની સાથેનો સારાના બચપણનો અને એક વર્તમાન ફોટો સોશ્યલ મીડિયા પર શૅર કર્યા હતા. છે.