માસ્ટર બ્લાસ્ટરનો ત્રણ વૃક્ષના લાંબા થડને સ્ટમ્પ બનાવી કયા અમ્પાયર પર કટાક્ષ?

18 November, 2024 11:42 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સચિન તેન્ડુલકરની એક સોશ્યલ મીડિયા પોસ્ટ તોફાન મચાવી રહી છે. આ પોસ્ટના બહાને તેમણે પોતાના ક્રિકેટ કરીઅરના સૌથી મોટા દુશ્મન પર કટાક્ષ કર્યો છે.

સચિન તેન્ડુલકર

સચિન તેન્ડુલકરની એક સોશ્યલ મીડિયા પોસ્ટ તોફાન મચાવી રહી છે. આ પોસ્ટના બહાને તેમણે પોતાના ક્રિકેટ કરીઅરના સૌથી મોટા દુશ્મન પર કટાક્ષ કર્યો છે. સચિને ત્રણ  વૃક્ષના થડને ક્રિકેટની પિચના સ્ટમ્પ ગણાવીને સવાલ પૂછ્યો હતો કે ‘શું તમે અનુમાન લગાવી શકો કે કયા અમ્પાયરે સ્ટમ્પને આટલા મોટા હોવાનો અનુભવ કરાવ્યો?’

માસ્ટર બ્લાસ્ટરના આ સવાલ પર ભૂતપૂર્વ ઑલરાઉન્ડર ઇરફાન પઠાણે કમેન્ટ કરતાં લખ્યું હતું કે ‘આજના DRSના જમાનામાં જે માણસ ક્રિકેટના મેદાનથી માઇલો દૂર ભાગી ગયો હોત. આટલું લખીને ઇરફાને SB લખ્યું હતું, જેનો મતલબ થાય સ્ટીવ બકનર.’

જોકે કૉમેન્ટેટર આકાશ ચોપડા સહિતના અનેક ક્રિકેટ ફૅન્સે સીધું ભૂતપૂર્વ અમ્પાયર સ્ટીવ બકનરનું નામ લીધું હતું.

૨૦૦૯ સુધી અમ્પાયરિંગ કરનાર વેસ્ટ ઇન્ડીઝના બકનરની ગણતરી ક્રિકેટ ઇતિહાસના મહાન અમ્પાયરોમાં થાય છે. ૭૮ વર્ષના બકનરે ૧૨૮ ટેસ્ટ, ૧૮૧ વન-ડે, ૧૭૨ ફર્સ્ટ ક્લાસ મૅચ અને ૨૨૧ લિસ્ટ-A મૅચમાં અમ્પાયરિંગ કર્યું હતું, પરંતુ ૨૦૦૩માં ગૅબામાં અને ૨૦૦૫માં ઈડન ગાર્ડન્સમાં સચિનને બે વાર ખોટી રીતે આઉટ જાહેર કરીને તેણે વિવાદ ઊભો કર્યો હતો.

sachin tendulkar cricket news sports news social media sports indian cricket team