05 October, 2025 10:19 AM IST | New York | Gujarati Mid-day Correspondent
સચિન તેન્ડુલકર
ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર સચિન તેન્ડુલકરે હાલમાં ન્યુ યૉર્ક સ્ટૉક એક્સચેન્જ (NYSE) ખાતે ઓપનિંગ બેલ વગાડી હતી જે યુનાઇટેડ સ્ટેટ્સમાં નૅશનલ ક્રિકેટ લીગ (NCL) ટુર્નામેન્ટના પ્રારંભનું પ્રતીક હતી. આ ઓપનિંગ બેલ બાદ સચિનની માલિકીવાળી T10 ફૉર્મેટની નૅશનલ ક્રિકેટ લીગની બીજી સીઝન શરૂ થઈ હતી. ટુર્નામેન્ટની પહેલી મૅચ દરમ્યાન સચિન તેન્ડુલકરે મેદાન પર હાજરી પણ આપી હતી. ટુર્નામેન્ટ પહેલાં તેને એક પૅનલ-ચર્ચામાં વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ ક્રિકેટર બ્રાયન લારાનો સાથ મળ્યો હતો.