07 October, 2024 11:26 AM IST | New york | Gujarati Mid-day Correspondent
સચિન તેન્ડુલકર
સચિન તેન્ડુલકર અમેરિકાની નૅશનલ ક્રિકેટ લીગ (NCL)ના માલિકી જૂથમાં જોડાયો છે અને આ પગલાથી આગામી વર્ષોમાં અમેરિકામાં ક્રિકેટને વેગ મળવાની અપેક્ષા છે. ક્રિકેટજગતના દિગ્ગજો આ ટુર્નામેન્ટ દરમ્યાન આગામી પેઢીના ખેલાડીઓને માર્ગદર્શન અને કોચિંગ આપશે.
સચિન પ્રારંભિક NCL ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને ચૅમ્પિયનશિપ ટ્રોફી આપશે. આ જાહેરાત બાદ સચિન તેન્ડુલકરે કહ્યું હતું કે ‘ક્રિકેટ મારા જીવનની સૌથી મોટી સફર રહી છે અને અમેરિકામાં રમતગમત માટે આવા રોમાંચક સમયે નૅશનલ ક્રિકેટ લીગમાં જોડાઈને મને આનંદ થાય છે. NCLનો ઉદ્દેશ વિશ્વકક્ષાના ક્રિકેટ માટે એક પ્લૅટફૉર્મ બનાવવાનો છે અને ક્રિકેટ-ફૅન્સની નવી પેઢીને જોડાવા માટે પ્રેરિત કરવાનો છે. હું આ નવી પહેલનો ભાગ બનવા અને અમેરિકામાં ક્રિકેટના વિકાસને જાતે જ જોવા માટે ઉત્સુક છું.’