21 December, 2024 09:47 AM IST | Jaipur | Gujarati Mid-day Correspondent
ઝહીર ખાન (ડાબે), સુશીલા મીણા(જમણે)
સચિન તેન્ડુલકરે ગઈ કાલે સોશ્યલ મીડિયા પર ડાબા હાથે બોલિંગ કરતી એક યંગ છોકરીનો વિડિયો શૅર કર્યો છે. સચિનને આ છોકરીની બોલિંગ-ઍક્શન ઝહીર જેવી લાગે છે.
આ છોકરીનું નામ સુશીલા મીણા છે અને સચિનને તેની બોલિંગ-ઍક્શન સ્મૂધ, એફર્ટલેસ અને જોવામાં સરસ લાગે છે.
સચિને આ પોસ્ટમાં ઝહીર ખાનને સંબોધીને લખ્યું છે, મને આ છોકરીની ઍક્શનમાં તારી ઝલક દેખાય છે.
સચિને શૅર કરેલા વિડિયોને લીધે ૧૨ વર્ષની સુશીલા સોશ્યલ મીડિયા પર છવાઈ ગઈ છે. તે રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લાના ધારિયાવાડ તાલુકાના રામેર તાલાબ ગામની છે અને પાંચમા ધોરણમાં ભણે છે. સુશીલાનાં મમ્મી-પપ્પા મજૂરી અને ખેતી કરીને ગુજરાન ચલાવે છે.