SA vs AFG: ICC વન-ડે બૅટિંગ રૅન્કિંગમાં ટૉપ ટેનમાં એન્ટ્રી કરનાર પહેલો અફઘાની બૅટર બની ગયો રહમાનુલ્લા ગુરબાઝ

26 September, 2024 10:59 AM IST  |  UAE | Gujarati Mid-day Correspondent

સાઉથ આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં પ્લેયર ઑફ ધ સિરીઝ બનેલા અફઘાનિસ્તાનના બૅટર રહમાનુલ્લા ગુરબાઝે ICC વન-ડે બૅટિંગ રૅન્કિંગમાં ૧૦ સ્થાનની છલાંગ લગાવી છે.

રહમાનુલ્લા ગુરબાઝ

સાઉથ આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં પ્લેયર ઑફ ધ સિરીઝ બનેલા અફઘાનિસ્તાનના બૅટર રહમાનુલ્લા ગુરબાઝે ICC વન-ડે બૅટિંગ રૅન્કિંગમાં ૧૦ સ્થાનની છલાંગ લગાવી છે. આઠમા સ્થાને રહેલો આ બૅટર (SA vs AFG) વન-ડે બૅટિંગ રૅન્કિંગમાં ટૉપ ટેનમાં એન્ટ્રી મારનાર પહેલો અફઘાની બૅટર બન્યો છે. આ પહેલાં ઇબ્રાહિમ ઝદરાને આ લિસ્ટમાં અફઘાન તરફથી સર્વોચ્ચ બારમું સ્થાન મેળવ્યું હતું. અફઘાનિસ્તાનનો લેગ સ્પિનર ​​રાશિદ ખાન વન-ડે બોલિંગ રૅન્કિંગમાં આઠ સ્થાનના ફાયદા સાથે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. ઇંગ્લૅન્ડ સામે પાંચ મૅચની વન-ડે સિરીઝમાં ધમાલ મચાવી રહેલા ઑસ્ટ્રેલિયાના ટ્રૅવિસ હેડે પણ સાત સ્થાનની છલાંગ લગાવીને વન-ડે બૅટિંગ રૅન્કિંગમાં નવમું સ્થાન પોતાને નામે કર્યું છે. 

south africa afghanistan test cricket cricket news sports sports news