24 January, 2025 07:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
VPL 2025 લોગો
સાંતાક્રુઝ-ઈસ્ટમાં કાલિનામાં આવેલા ઍર ઇન્ડિયા સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં ચાલી રહેલી શ્રી વાગડ કલા કેન્દ્ર દ્વારા આયોજિત T. K. RUBY VPL T20 2025 (Season-3)ના લીગ રાઉન્ડના બીજા દિવસે RSS વૉરિયર્સ અને કલ્પલબ્ધિ બુલ્સે તેમની આ સીઝનની પ્રથમ લીગ મૅચમાં જીત મેળવીને શુભ શરૂઆત કરી હતી. RSS વૉરિયર્સે એમ્પાયર વૉરિયર્સ સામે ૬ વિકેટથી અને કલ્પલબ્ધિ બુલ્સે સ્કોચર્સ સામે ૨૬ રનથી વિજય મેળવ્યો હતો.
મૅચ–૩ : એમ્પાયર વૉરિયર્સ (૧૯.૧ ઓવરમાં ૧૦૧ રનમાં ઑલઆઉટ – જૈનમ ગડા ૨૨ બૉલમાં ૨૩, ઉર્મિલ વિસરિયા ૧૯ બૉલમાં ૧૮ અને પવન રીટા ૧૭ બૉલમાં ૧૫ રન. મિહિર બૌઆ ૧૨ રનમાં ૩, કલ્પ ગડા ૬ રનમાં બે અને ભરત શાહ ૯ રનમાં એક વિકેટ) સામે RSS વૉરિયર્સ (૧૪.૪ ઓવરમાં ૬ વિકેટે ૧૦૨ રન – રોનક ગાલા ૨૮ બૉલમાં ૪૦, અંકિત સત્રા ૧૭ બૉલમાં ૨૪ અને ભવ્ય છેડા ૨૩ બૉલમાં ૧૬ રન. કાર્તિક ગડા એક પણ રન આપ્યા વિના બે તેમ જ રસિક સત્રા ૯ રનમાં અને હાર્દિક ગડા ૨૯ રનમાં એક-એક વિકેટ)નો ૬ વિકેટથી વિજય. મૅન ઑફ ધ મૅચ ઃ RSS વૉરિયર્સનો મિહિર બૌઆ (૧૨ રનમાં ૩ વિકેટ).
મૅચ–4 : કલ્પલબ્ધિ બુલ્સ (૨૦ ઑવરમાં ૬ વિકેટે ૧૨૭ રન – જય ગાલા ૫૦ બૉલમાં ૫૧, પલક સાવલા ૩૩ બૉલમાં ૩૩ અને રુષભ કારિયા ૮ બૉલમાં ૧૯ રન. પારસ વિસરિયા ૨૬ રનમાં ૩, રાહુલ ગાલા ૧૩ રનમાં, દીપેશ ગિન્દરા અને સંજય ચરલા ૨૪-૨૪ રનમાં એક-એક વિકેટ)નો સ્કોચર્સ (૧૭.૩ ઓવરમાં ૧૦૧ રનમાં ઑલઆઉટ – મયંક ગડા ૨૬ બૉલમાં ૩૦, ધવલ ગડા ૨૩ બૉલમાં ૧૭ અને રિશી ફરિયા ૧૩ બૉલમાં ૧૧ રન. પલક સાવલા ૨૧ રનમાં ૩ તેમ જ રુષભ કારિયા ૧૫ રનમાં અને કમલેશ છાડવા ૨૧ રનમાં ૨-૨ વિકેટ) સામે ૨૬ રનથી વિજય. મૅન ઑફ ધ મૅચ ઃ કલ્પલબ્ધિ બુલ્સનો જય ગાલા (૫૦ રન અને એક કૅચ).
હવે બુધવારે સવારે કલ્પલબ્ધિ બુલ્સ v/s રંગોલી વાઇકિંગ્સ તથા બપોરે સ્કોચર્સ v/s ટૉપ ટેન લાયન્સ વચ્ચે જંગ જામશે.