23 January, 2025 08:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રોહિતે ૧૪ સેન્ચુરી અને ૧૫ હાફ સેન્ચુરી ફટકારી છે.
બાંદરા કુર્લા કૉમ્પ્લેક્સમાં આવેલા મુંબઈ ક્રિકેટ અસોસિએશનના ગ્રાઉન્ડમાં આજે મુંબઈ અને જમ્મુ ઍન્ડ કાશ્મીર વચ્ચે રણજી ટ્રોફીની મૅચ રમાશે. ભારતીય ટેસ્ટ અને વન-ડે ટીમનો કૅપ્ટન રોહિત શર્મા તથા યશસ્વી જાયસવાલ આ મૅચમાં રમવાના છે. ગઈ કાલે બન્નેએ પ્રૅક્ટિસ કરી હતી.
૯+ વર્ષે રણજી ટ્રોફીની મૅચ રમશે રોહિત શર્મા
રણજી ટ્રોફીની ૪૨ મૅચોની ૬૦ ઇનિંગ્સમાં રોહિતે ૭૨.૦૭ની ઍવરેજ સાથે ૩૮૯૨ રન કર્યા છે. રોહિતે ૧૪ સેન્ચુરી અને ૧૫ હાફ સેન્ચુરી ફટકારી છે.