02 December, 2024 08:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહે ગઈ કાલે અનોખા અંદાજમાં તેમના દીકરાના નામની જાહેરાત કરી હતી. રિતિકાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ફૅમિલીના ચાર સભ્યોના શો-પીસનો ફોટો શૅર કર્યો હતો. તે બધાની ટોપી પર રો (રોહિત શર્મા), રિત્સ (રિતિકા સજદેહ) અને સેમી (સમાયરા શર્મા) લખ્યુ હતું અને સાથે જ નાના છોકરાના શો-પીસવાળી ટોપી પર અહાન લખ્યું હતું.
ક્રિકેટ-ફૅન્સને દીકરાનું નામ અને તેના નામની જાહેરાત કરવાનો યુનિક અંદાજ ખૂબ ગમ્યો છે. અહાન નામ ભગવાન વિષ્ણુ સાથે જોડાયેલ માનવામાં આવે છે. આ નામના ઘણા અર્થ છે જેમ કે જાગૃતિ, નવી શરૂઆત, પ્રકાશનું પ્રથમ કિરણ. અહાનનો જન્મ ૧૫ નવેમ્બરની રાતે થયો હતો, ફૅન્સ હજી પણ તેની પહેલી ઝલક જોઈ શક્યા નથી.