02 April, 2025 12:19 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રોહિત શર્મા
મુંબઈ ઇન્ડિયન્સનો ભૂતપૂર્વ કૅપ્ટન રોહિત શર્મા ૧૮મી IPL સીઝનમાં સળંગ ત્રીજી વાર ફ્લૉપ રહ્યો છે. પહેલી મૅચમાં ડક, બીજી મૅચમાં ૮ રન અને ત્રીજી મૅચમાં ૧૩ રન સાથે તેણે હમણાં સુધી માત્ર ૨૧ રન ફટરાર્યા છે. છેલ્લી ૧૦ IPL ઇનિંગ્સમાં તે માત્ર એક જ વાર ૨૦ પ્લસ રનની ઇનિંગ્સ રમી શક્યો છે. છેલ્લી ૧૦ ઇનિંગ્સમાં મુંબઈ ઇન્ડિન્સના આ હાઇએસ્ટ ૫૭૫૨ રન બનાવનાર પ્લેયર રોહિત શર્માએ માત્ર ૧૪૧ રન ફટકાર્યા છે. તે ૨૦૨૨ની સીઝનથી ૨૨.૫૬ની સાધારણ ઍવરેજથી રન બનાવી રહ્યો છે.
૨૦૨૨થી IPLમાં રોહિત શર્માનો રેકૉર્ડ |
|
મૅચ |
૪૭ |
રન |
૧૦૩૮ |
સદી |
૦૧ |
ફિફ્ટી |
૦૩ |
ઍવરેજ |
૨૨.૫૬ |
રોહિત શર્માની છેલ્લી ૧૦ IPL ઇનિંગ્સ
૨૦૨૫માં કલકત્તા સામે ૧૩ રન
૨૦૨૫માં ગુજરાત સામે ૦૮ રન
૨૦૨૫માં ચેન્નઈ સામે ઝીરો રન
૨૦૨૪માં લખનઉ સામે ૬૮ રન
૨૦૨૪માં કલકત્તા સામે ૧૯ રન
૨૦૨૪માં હૈદરાબાદ સામે ૦૪ રન
૨૦૨૪માં કલકત્તા સામે ૧૧ રન
૨૦૨૪માં લખનઉ સામે ૦૪ રન
૨૦૨૪માં દિલ્હી સામે ૦૮ રન
૨૦૨૪માં રાજસ્થાન સામે ૦૬ રન