12 January, 2025 02:49 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
MCAના જૉઇન્ટ સેક્રટરી દીપક પાટીલ અને ઍપેક્સ કાઉન્સિલના સભ્ય નીલેશ ભોસલેએ ભવ્ય ઉજવણી માટે રોહિત શર્માને આપ્યું આમંત્રણ.
આજે ૧૨ જાન્યુઆરીથી ૧૯ જાન્યુઆરી સુધી મુંબઈસ્થિત ભારતના વાનખેડે સ્ટેડિયમની પચાસમી વર્ષગાંઠની ભવ્ય ઉજવણી શરૂ થઈ રહી છે. આ ભવ્ય ઉજવણીમાં હાજરી આપવા માટે ગઈ કાલે મુંબઈ ક્રિકેટ અસોસિએશને ભારતીય કૅપ્ટન રોહિત શર્માને રૉયલ ઇન્વિટેશન આપ્યું હતું. ૧૯ જાન્યુઆરીએ આયોજિત ભવ્ય સમારોહમાં સચિન તેન્ડુલકર અને સુનીલ ગાવસકર સહિત અનેક મહાન ક્રિકેટર્સ વાનખેડે સ્ટેડિયમમાં હાજરી આપશે.