15 January, 2025 10:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાનખેડે સ્ટેડિયમમાં રણજી ટ્રોફી માટે તૈયારી કરતો રોહિત શર્મા.
ઑસ્ટ્રેલિયામાં ખરાબ પ્રદર્શનને કારણે ભારતીય કૅપ્ટન રોહિત શર્મા જેવા અનુભવી પ્લેયર્સને ડોમેસ્ટિક ક્રિકેટ રમવાની સલાહ મળી છે. ગઈ કાલે વાનખેડે સ્ટેડિયમમાં રોહિત શર્માએ મુંબઈની રણજી ટીમ સાથે પ્રૅક્ટિસ કરીને સૌને ચોંકાવી દીધા હતા. તેની સાથે ભારતીય બૅટર અને મુંબઈની રણજી ટીમનો કૅપ્ટન અજિંક્ય રહાણે પણ પ્રૅક્ટિસ કરી રહ્યો હતો.
૩૭ વર્ષનો રોહિત શર્મા ૨૦૧૫માં છેલ્લી વાર રણજી ટ્રોફીની મૅચ રમ્યો હતો. ૨૩ જાન્યુઆરીથી શરૂ થતા રણજી ટ્રોફીના બીજા રાઉન્ડમાં મુંબઈની પહેલી મૅચ જમ્મુ-કાશ્મીર સામે છે. રોહિત શર્મા મુંબઈની ટીમનો ભાગ હશે તો તે ઑલમોસ્ટ એક દાયકા બાદ રણજી ટ્રોફી રમતો જોવા મળશે.