પચાસ T20 ઇન્ટરનૅશનલ મૅચ ​જીતનાર પ્રથમ કૅપ્ટન બન્યો રોહિત શર્મા

01 July, 2024 12:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેણે ૨૦૨૧માં ૩૪ વર્ષ ૩૬૨ દિવસની ઉંમરે ન્યુ ઝીલૅન્ડ સામે ફાઇનલ જીતીને T20 વર્લ્ડ કપ જીત્યો હતો. 

રોહિત શર્મા

સાઉથ આફ્રિકા સામે ફાઇનલ જીતીને T20 ઇન્ટરનૅશનલનો નંબર-વન બૅટર રોહિત શર્મા આ ફૉર્મેટની ૫૦ મૅચ જીતનાર એકમાત્ર કૅપ્ટન પણ બન્યો હતો. ૩૭ વર્ષ ૬૦ દિવસની ઉંમરે તે T20 વર્લ્ડ કપ જીતનાર સૌથી ઓલ્ડેસ્ટ કૅપ્ટન બન્યો હતો. આ પહેલાં આ રેકૉર્ડ ઑસ્ટ્રે​લિયાના કૅપ્ટન એરોન ફિન્ચના નામે હતો. તેણે ૨૦૨૧માં ૩૪ વર્ષ ૩૬૨ દિવસની ઉંમરે ન્યુ ઝીલૅન્ડ સામે ફાઇનલ જીતીને T20 વર્લ્ડ કપ જીત્યો હતો. 

૨૦૦૭થી ૨૦૨૪ સુધી તે ભારત માટે ૯ T20 વર્લ્ડ કપ રમ્યો હતો. તે ૨૦૦૭ અને ૨૦૨૪નો વર્લ્ડ કપ જીતીને બે T20 વર્લ્ડ કપ ફાઇનલ જીતનો ભાગ બનનાર એકમાત્ર ભારતીય બન્યો હતો. ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ૬૦૦ અને T20 ઇન્ટરનૅશનલમાં ૨૦૦ સિક્સર ફટકારવાનો રેકૉર્ડ તેણે આ વર્લ્ડ કપમાં જ બનાવ્યો હતો. ૧૭ વર્ષ સુધી T20 ઇન્ટરનૅશનલમાં ભારતનું પ્રતિનિધત્વ કર્યા બાદ તેણે ફાઇનલ પછીની પ્રેસ-કૉન્ફરન્સમાં વિરાટ કોહલી જેમ રિટાયરમેન્ટની જાહેરાત કરી હતી. જોકે તે ટેસ્ટ અને વન-ડેમાં રમતો જ રહેશે. 

T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન
વિરાટ કોહલી - ૧૨૯૨ 
રોહિત શર્મા - ૧૨૨૦ 
માહેલા જયવર્દને - ૧૦૧૬ 
જૉસ બટલર - ૧૦૧૩ 
ડેવિડ વૉર્નર - ૯૮૪ 

T20 ઇન્ટરનૅશનલમાં કૅપ્ટન તરીકે સૌથી વધુ જીત
૫૦ - રોહિત શર્મા (ભારત)
૪૮ - બાબર આઝમ (પાકિસ્તાન)
૪૫ - બ્રાયન મસાબા (યુગાન્ડા)
૪૪ - ઓઇન મૉર્ગન (ઇંગ્લૅન્ડ)

T20 ઇન્ટરનૅશનલમાં રોહિત શર્માનું પ્રદર્શન 
મૅચ - ૧૫૯ 
રન - ૪૨૩૧ 
સેન્ચુરી - ૫ 
ફિફટી - ૩૨ 
ચોગ્ગા - ૩૮૩ 
સિક્સર - ૨૦૫ 

sports news sports rohit sharma indian cricket team cricket news t20 world cup