02 January, 2025 07:06 AM IST | Sydney | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
ઑસ્ટ્રેલિયા સામે પાંચમી ટેસ્ટ રમવા માટે ભારતીય ટીમ ૨૦૨૪ની ૩૧ ડિસેમ્બરે સિડની પહોંચી હતી. આખી દુનિયાની જેમ સિડનીમાં પણ નવા વર્ષના વેલકમ માટે લોકો આતુર હતા. ભારતીય ટીમના યંગ પ્લેયર્સે પણ આ ક્ષણને યાદગાર બનાવી હતી.
એક યાટ પર બેસીને સરફરાઝ ખાન, રિષભ પંત, શુભમન ગિલ, હર્ષિત રાણા અને મોહમ્મદ સિરાજ જેવા પ્લેયર્સે સિડનીના ઑપેરા હાઉસ સામે આતશબાજી વચ્ચે નવા વર્ષની ઉજવણી કરી હતી. સરફરાઝ ખાને ઉજવણીના ફોટો સોશ્યલ મીડિયા પર શૅર કર્યા હતા.