જે કોઈ ન કરી શક્યું એ રિષભ પંતે કરી બતાવ્યું

04 July, 2024 08:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

T20 વર્લ્ડ કપમાં પહેલી વખત કોઈ વિકેટકીપરે ૧૦ પ્લસ શિકાર કર્યા

રિષભ પંતે બતાવ્યું કે નજીકથી કેવો દેખાય છે ચૅમ્પિયન્સનો મેડલ

T20 વર્લ્ડ કપ 2024માં રિષભ પંતે બતાવી દીધું છે કે તે જ મહેન્દ્ર સિંહ ધોનીનો સાચો ઉત્તરાધિકારી બનશે. તેણે આ વર્લ્ડ કપમાં એ કરી બતાવ્યું જે મહેન્દ્ર સિંહ ધોની પણ નથી કરી શક્યો. વિકેટકીપર-બૅટર રિષભ પંતે વર્લ્ડ કંપની આ સીઝનમાં ૧૩ કૅચ અને ૧ સ્ટમ્પિંગની મદદથી કુલ ૧૪ શિકાર કર્યા હતા. આ પહેલાં કોઈ વિકેટકીપરે કોઈ એક T20 વર્લ્ડ કપમાં ૧૦ કે એનાથી વધારે શિકાર નથી કર્યા. આ પહેલાં ૨૦૦૭માં ઑસ્ટ્રેલિયન વિકેટકીપર ઍડમ ગિલક્રિસ્ટ અને ૨૦૦૯માં શ્રીલંકન કૅપ્ટન કુમાર સંગકારાએ ૯-૯ શિકાર કર્યા હતા. મહેન્દ્ર સિંહ ધોનીએ ૨૦૧૬માં ૮ શિકાર કર્યા હતા. T20 વર્લ્ડ કપ ઇતિહાસમાં કુલ ૧૬ શિકાર સાથે તેણે ન્યુ ઝીલૅન્ડના ડેવોન કૉન્વે અને સાઉથ આફ્રિકાના માર્ક બાઉચરની બરાબરી કરી હતી. ડિસેમ્બર ૨૦૨૨ના ભયાનક અકસ્માત બાદ શાનદાર કમબૅક કરનાર રિષભ પંતનું આ પ્રદર્શન વર્ષો સુધી યાદ રાખવામાં આવશે. 

Rishabh Pant t20 world cup cricket news indian cricket team sports sports news