12 January, 2025 02:06 PM IST | Gqeberha | Gujarati Mid-day Correspondent
૧૩ મહિના બાદ પણ રિપેર નથી થયો રિન્કુ સિંહે તોડેલો કાચ
સાઉથ આફ્રિકાની T20 ફ્રૅન્ચાઇઝી લીગ SA20ની એક મૅચ દરમ્યાન સેન્ટ જ્યૉર્જ પાર્કના સ્ટેડિયમમાં એક તૂટેલો કાચ જોઈ લોકોને રિન્કુ સિંહની યાદ આવી હતી. ડિસેમ્બર ૨૦૨૩માં એક T20 મૅચ દરમ્યાન ભારતીય બૅટર રિન્કુ સિંહના કારણે મીડિયા-બૉક્સનો કાચ તૂટ્યો હતો. આ ઘટનાના ૧૩ મહિના બાદ પણ સ્ટેડિયમના અધિકારીઓ એ કાચનું રિપેરિંગ કરાવી શક્યા નથી.
ગ્રાઉન્ડ ઑફિસર કહે છે કે અમારી ઇચ્છા છે કે રિન્કુ કાચના ટુકડા પર ઑટોગ્રાફ કરે જેથી તેઓ એને તેમની ઑફિસમાં ફ્રેમ કરી શકે. સમારકામમાં વિલંબ માટે બજેટની મર્યાદાઓને પણ કારણભૂત ગણાવી હતી. ઊંચાઈ પર આવેલા આ મીડિયા-બૉક્સના કાચને રિપેર કરવા માટે ક્રેન અને મશીનરીની જરૂર પડે એમ છે.