T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની મૅચ પહેલાં ભારતીય ટીમ કેમ ટેન્શનમાં?

25 May, 2024 08:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦૨૧ અને ૨૦૨૩ની વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં ઇલિંગવર્થ અમ્પાયર હતા અને ટીમ બન્ને વખત હારી હતી

રિચર્ડ ઇલિંગવર્થ

ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ T20 વર્લ્ડ કપ 2024માં ૯ જૂને ભારત અને પાકિસ્તાન વચ્ચેની મૅચ માટે રોડ ટકર (ઑસ્ટ્રેલિયા) અને રિચર્ડ ઇલિંગવર્થ (ઇંગ્લૅન્ડ)ને અમ્પાયર તરીકે નિયુક્ત કર્યા છે. તમને જણાવી દઈએ કે ઇલિંગવર્થને ભારતીય ટીમ માટે અનલકી માનવામાં આવે છે. ૨૦૧૯ના વન-ડે વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં ઇલિંગવર્થ અમ્પાયર હતા અને ભારતીય ટીમ ન્યુ ઝીલૅન્ડ સામે હારી ગઈ હતી. આ પછી ૨૦૨૧ અને ૨૦૨૩ની વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં ઇલિંગવર્થ અમ્પાયર હતા અને ટીમ બન્ને વખત હારી હતી. પહેલાં ન્યુ ઝીલૅન્ડે હરાવ્યું અને પછી ઑસ્ટ્રેલિયાએ હરાવ્યું. પાકિસ્તાન સામે પણ રિચર્ડ ઇલિંગવર્થની હાજરીથી ભારતીય ટીમ અને ફૅન્સનું ટેન્શન વધ્યું છે.

t20 world cup pakistan indian cricket team sports news sports cricket news