રિષભ પંતનો કયો રેકૉર્ડ તોડ્યો રિચા ઘોષે?

23 July, 2024 11:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

UAE સામે માત્ર ૨૬ બૉલમાં ફિફ્ટી ફટકારીને રિચા ઘોષ (૬૬ રન) એક સ્પેશ્યલ ક્લબમાં સામેલ થઈ છે

રિચા ઘોષ

વિમેન્સ એશિયા કપ 2024માં રિચા ઘોષનું પ્રદર્શન જબરદસ્ત રહ્યું છે. યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE) સામે માત્ર ૨૬ બૉલમાં ફિફ્ટી ફટકારીને રિચા ઘોષ (૬૬ રન) એક સ્પેશ્યલ ક્લબમાં સામેલ થઈ છે. સ્મૃતિ માન્ધના (૨૪ બૉલ) અને શફાલી વર્મા (૨૬ બૉલ) બાદ તે ફાસ્ટેસ્ટ T20 ઇન્ટરનૅશનલ ફિફ્ટી ફટકારનાર મહિલા ક્રિકેટર બની છે. એ સિવાય તે વિમેન્સ એશિયા કપમાં ભારત માટે ફિફ્ટી ફટકારનારી પહેલી વિકેટકીપર-બૅટર પણ બની છે. રિચા ઘોષે ૨૨૦.૬૮ના સ્ટ્રાઇક-રેટથી T20 ઇન્ટરનૅશનલની પહેલી ફિફ્ટી ફટકારીને રિષભ પંતનો રેકૉર્ડ તોડ્યો હતો. ૨૦ વર્ષ ૨૯૭ દિવસની ઉંમરે ફિફ્ટી ફટકારનાર તે ભારતની યંગેસ્ટ વિકેટકીપર-બૅટર બની છે. રિષભ પંતે ૨૦૧૯માં વેસ્ટ ઇન્ડીઝ સામે ૨૧ વર્ષ ૨૦૬  દિવસની ઉંમરે આ સિદ્ધિ મેળવી હતી.

T20માં પહેલી વાર ભારત v/s નેપાલ

આજે સાંજે સાત વાગ્યાથી ભારતીય ટીમ પોતાની અંતિમ ગ્રુપ-સ્ટેજ મૅચ નેપાલ સામે રમશે. બન્ને ટીમની T20 ઇન્ટરનૅશનલમાં આ પહેલી ટક્કર હશે. ૨૬ જુલાઈની સેમી ફાઇનલ મૅચ પહેલાં ભારતીય ટીમ માટે નેપાલ સામેની મૅચ વૉર્મઅપ મૅચ બની રહેશે. 

indian womens cricket team Rishabh Pant asia cup india united arab emirates cricket news sports sports news