midday

ટ્રૅવિસ હેડ પહેલી ૧૦ ઓવરમાં શાનદાર પ્રદર્શન કરશે તો જ સેમી-ફાઇનલ મૅચ જીતશે ઑસ્ટ્રેલિયા : રવિચન્દ્રન અશ્વિન

05 March, 2025 07:08 AM IST  |  Dubai | Gujarati Mid-day Correspondent

હેડને ફાસ્ટ બોલિંગનો વિકલ્પ પણ ન આપો, તરત જ વરુણને આપો. હેડને પહેલી ૧૦ ઓવરમાં સ્પિનનો સામનો કરવાનો પડકાર આપો, એ જ રણનીતિ હોવી જોઈએ.
રવિચન્દ્રન અશ્વિન, ટ્રૅવિસ હેડ

રવિચન્દ્રન અશ્વિન, ટ્રૅવિસ હેડ

ભૂતપૂર્વ ભારતીય સ્પિનર રવિચન્દ્રન અશ્વિને ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની ચૅમ્પિયન્સ ટ્રોફીની સેમી-ફાઇનલ મૅચ માટે મોટી ભવિષ્યવાણી કરી છે. પોતની યુટ્યુબ ચૅનલ પર અશ્વિન કહે છે, ‘મને લાગે છે કે ભારત સતત બે ICC ટાઇટલ જીતશે. હું તમને જણાવી દઉં કે ગ્લેન મૅક્સવેલ વરુણ ચક્રવર્તી સામે વધારે રન નહીં કરે અને આખરે કુલદીપ યાદવ સામે આઉટ થશે. ઑસ્ટ્રેલિયા સેમી-ફાઇનલ ત્યારે જ જીતી શકે છે જો ટ્રૅવિસ હેડ પ્રથમ ૧૦ ઓવરમાં શાનદાર પ્રદર્શન કરે. આપણને હેડ અને વરુણ વચ્ચે મુકાબલો જોવા મળશે. હેડને ફાસ્ટ બોલિંગનો વિકલ્પ પણ ન આપો, તરત જ વરુણને આપો. હેડને પહેલી ૧૦ ઓવરમાં સ્પિનનો સામનો કરવાનો પડકાર આપો, એ જ રણનીતિ હોવી જોઈએ.’

ભારત સામે વન-ડેમાં
ટ્રૅવિસ હેડનો રેકૉર્ડ

   મૅચ

૦૯

   રન

૩૪૫

   ફિફ્ટી

૦૧

   સેન્ચુરી

૦૧

   ઍવરેજ

૪૩.૧૨

   સ્ટ્રાઇક-રેટ

૧૦૧.૭૬

   ચોગ્ગા

૪૦

  છગ્ગા

૦૭

 

champions trophy india australia ravichandran ashwin travis head cricket news dubai sports news sports