22 March, 2025 10:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સ્પિનર રવિચન્દ્રન અશ્વિન અને વર્લ્ડ ચેસ ચૅમ્પિયન ગુકેશ ડી. વચ્ચે થોડા સમય પહેલાં આઇકૉનિક ચેપૉક સ્ટેડિયમમાં મુલાકાત થઈ
ચેન્નઈમાં જન્મેલા ભૂતપૂર્વ ભારતીય સ્પિનર રવિચન્દ્રન અશ્વિન અને વર્લ્ડ ચેસ ચૅમ્પિયન ગુકેશ ડી. વચ્ચે થોડા સમય પહેલાં આઇકૉનિક ચેપૉક સ્ટેડિયમમાં મુલાકાત થઈ હતી. એનો વિડિયો ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)એ ગઈ કાલે શૅર કર્યો છે. આ વિડિયોમાં અશ્વિને ફ્રૅન્ચાઇઝી તરફથી ગુકેશને ૧૮ વર્ષની ઉંમરે વર્લ્ડ ચેસ ચૅમ્પિયન થવા બદલ ચેન્નઈની ૧૮ નંબરની સ્પેશ્યલ જર્સી ગિફ્ટ કરી હતી. આ વિડિયોમાં બન્ને ચેસ રમ્યા બાદ બોર્ડ પર ઑટોગ્રાફ કરતા પણ જોવા મળ્યા હતા.